ભરૂચઃ જંબુસરના કોંગ્રેસી ધારાસભ્ય સંજય સોલંકીના કોરોના કેસ તેમજ કોરોનાને લગતા આંકડાઓ છૂપાવવામાં આવતા હોવાનું નિવેદન આપ્યું હતું. ભરૂચ જિલ્લામાં કોરોના વાઇરસના પોઝિટિવ કેસની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. ખાસ કરીને જંબુસરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે જંબુસરના કોંગ્રેસના ધારાસભ્ય સંજય સોલંકી દ્વારા સરકાર અને તંત્ર પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે.
સરકાર કોરોનાના આંકડા છૂપાવે છે ભરૂચ કોરોના અપડેટ
- સક્રિય કેસ- 107
- કોરોના પરિક્ષણ- 4308
- સ્વસ્થ થયેલા દર્દી- 104
- ક્વોરેન્ટાઈન હેઠળ લોકો- 6977
- કુલ મૃત્યુ- 9
જંબુસરના ધારાસભ્ય સંજય સોલંકીએ જણાવ્યું છે કે, તંત્ર કોરોનાના પોઝિટિવ કેસ અને મૃત્યુના આંકડા છુપાવી રહ્યું છે. જંબુસરમાં જેટલા કેસ અને મૃત્યુના આંકડા દર્શાવવામાં આવ્યા છે. એનાથી વધુ લોકો કોરોના સંક્રમિત છે અને કોરોનાના કારણે મૃત્યુઆંકમાં પણ વધારો થઈ રહ્યો છે.
આ અંગે ભરૂચ કલેકટર ડૉ. એમ. ડી. મોડીયાએ ટેલીફોનિક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, તંત્ર દ્વારા જે આંકડા દર્શાવવામાં આવ્યા છે, એ સાચા છે. આંકડા છૂપાવવાનો કોઈ જ પ્રશ્ન નથી. તંત્ર દ્વારા કોરોનાનું સંક્રમણ અટકાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.