- ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાએ જિલ્લા આયોજન અધિકારી પત્ર લખ્યો
- પત્ર ધારાસભ્યની ગ્રાન્ટ 2021-22માં તેના કામ માટે મંજૂર કરવા લખ્યો
- ગ્રાન્ટમાંથી 25 લાખની રકમની ફાળવણી કરી મંજૂર કરવા ભલામણ કરી
ભરૂચ :કોરોના વાયરસનુ સંક્રમણ હવે ગ્રામીણ વિસ્તારોમાં ખૂબ ઝડપથી અને વ્યાપક પ્રમાણમાં પ્રસરી રહ્યું છે. કોરોના સંક્રમણને અટકાવવા ગ્રામીણ વિસ્તારોમાં કોઈ પ્રકારની સુવિધા કોરોના સંક્રમણ પહેલા અને હાલમાં પણ અમુક વિસ્તારોમાં અછત છે. ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાએ નોવેલ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા અને તેની સારવાર હેતુ માટે ધારાસભ્યની ગ્રાન્ટ 2021-22માં તેના કામ માટે મંજૂર કરવા જિલ્લા આયોજન અધિકારીને પત્ર લખ્યો છે.
આ પણ વાંચો : જાગૃત નાગરિકે 2 કરોડ રૂપિયાની કોવિડ ગ્રાન્ટ મામલે મેયર, ભાજપના કોર્પોરેટરને પાઠવ્યું આવેદન પત્ર
સામૂહિક આરોગ્ય કેન્દ્રો પર કોરોના કેર સેન્ટર ઉભા કરવામાં આવ્યાધારાસભ્યે તેમના પત્રમાં જણાવ્યું છે કે, નોવેલ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા અને તેના સારવાર હેતુ માટે પ્રશાસન દ્વારા વાલિયા તાલુકા મથકે ITI, ઝઘડીયા તાલુકા મથકે સુલતાનપુરા કોમ્યુનિટી હોલ, નેત્રંગ તાલુકા મથકે મહિલા ITIમાં આઇસોલેશન વોર્ડ, ખરેઠા PSC પર, સામૂહિક આરોગ્ય કેન્દ્રો પર કોરોના કેર સેન્ટર ઉભા કરવામાં આવેલું છે. આ પણ વાંચો : ભુજમાં હિન્દુસ્તાન નિર્માણ દળ દ્વારા ધંધાાદારી અને વેપારીઓને વ્યવસાય કરવા દેવાની માંગ સાથે આવેદનપત્ર અપાયું
ધારાસભ્યની ગ્રાન્ટ 2021-22માંથી રૂપિયા 25 લાખની રકમની ફાળવણી કરી
આ વિસ્તારમાં કોરોના દર્દીઓનું પ્રમાણ વધારે હોવાથી તેમના માટે બેડ, રેમડેસીવીર ઇન્જેક્શન અને RTPCR ટેસ્ટ કીટ અને ઓક્સિજનના અભાવે દર્દીઓ મૃત્યુ પામતા હોય છે. જેથી સ્થાનિક લોકોની રજૂઆતોને ધ્યાને લઇ ઝઘડિયા, વાલિયા, નેત્રંગ અને ખરેઠા સેન્ટરમાં બેડ રેમડેસીવીર ઇન્જેક્શન અને RTPCR ટેસ્ટ, ઓક્સિજનનો જથ્થો પુરતા પ્રમાણમાં સમયસર મળી રહે તે માટે ધારાસભ્યની ગ્રાન્ટ 2021-22માંથી રૂપિયા 25 લાખની રકમની ફાળવણી કરી મંજૂર કરવા ભલામણ કરી છે.