ભરૂચ નગર સેવા સદનની બુધવારે મળેલી સામાન્ય સભામાં કોંગ્રેસે વિવિધ મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો. ભરૂચ શહેરમાં ચોમાસાની સિઝનમાં છેલ્લા અઠવાડીયાથી નગર પાલિકા દ્વારા અપાતું પાણી પ્રદુષિત આવે છે. જે બાબતે કોંગ્રેસના સભ્યોએ વિરોધ નોધાવ્યો હતો. દુષિત પાણી બોટલમાં ભરી સભામાં દર્શાવવામાં આવ્યું હતું. અને શાસકો પાસે જવાબ માંગવામાં આવ્યા હતા. કોંગ્રેસે આક્ષેપ કર્યા હતા કે, ભરૂચમાં માતરીયા તળાવ યોજનાનું તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અને આનંદીબેન પટેલનાં હસ્તે ઉદ્ઘાટન કરાયા બાદ પણ શહેરીજનોને પીવાનું મીઠું પાણી મળ્યુ નથી.
ભરૂચ નગર સેવા સદનની સામાન્ય સભામાં મુદ્દે કોંગ્રેસનો હોબાળો - Bharuch
ભરૂચઃ શહેરમાં નગર સેવા સદનની સામાન્ય સભામાં કોંગ્રેસ દ્વારા દુષિત પાણીનાં પ્રશ્નને લઈ ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. આ સાથે જ કોંગ્રેસ દ્વારા શાસક પક્ષ પર અનેક આક્ષેપો કરવામાં આવ્યા હતા.
BRC
વધુમાં કોંગ્રેસે જણાવ્યુ હતું કે,આ શાસકોની અણઆવડત છે. આ અંગે નગર પાલિકાના પ્રમુખ સુરભી તમાકુવાલાએ જણાવ્યું હતું કે, પાણીમાં કલોરીનેશન સહિતની પ્રક્રિયા ચાલી રહી છે. ટુંક સમયમાં જ શહેરીજનોને પીવાનું શુદ્ધ પાણી મળી રહેશે.
.