- બાઈકની હેરાફેરી કરતા બે આરોપી પકડાયા
- બાઇકો જંગલમાં છુપાવવામાં આવતા હતા
- પોલીસે 21 બાઇક સહિત 4.95 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
ભરૂચ : રાજપારડી પોલીસ મથકની ટીમ ગુરૂવાર પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન સારસા ડુંગરથી રાજપારડી આવતા બાઇક ચાલકોને રોકી તપાસ કરતા દસ્તાવેજ મળી આવ્યા ન હતા. જે કારણે પોલીસે તેમની અટકાયત કરી કડક પૂછપરછ કરતા બન્ને આંતરરાજ્ય બાઇક ચોર ટોળકીના સાગરીતો હોવાનું બહાર આવ્યું હતું. આરોપીઓએ ભરૂચ ઉપરાંત સુરત સહિતના જિલ્લાઓમાંથી બાઇક ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો.
આ પણ વાંચો :જૂનાગઢ પોલીસે પાંચ જેટલી ઘરફોડ ચોરીમાં શામેલ આરોપીને ઝડપ્યો