ભરૂચ: 141 વર્ષમાં પહેલી વખત ભરૂચના ગોલ્ડન બ્રિજ પર 4633 ફૂટની ગ્રીન કાર્પેટ (International Yoga Day 2022) બિછાવવામાં આવી હતી અને ભરૂચ અને ગુજરાતના ગૌરવ એવા ગોલ્ડનબ્રિજ ઉપર પ્રથમ વખત વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી (Yoga Day Celebration In Bharuch) હતી. ફુગ્ગાથી શણગારેલા બ્રિજ પર 1000થી વધુ વિદ્યાર્થીઓએ યોગા કર્યા હતા. બ્રિજમાં દર 100 મીટરે કુલ 14 ટીવી સ્ક્રીન અને સ્પીકર્સ મૂકવામાં આવ્યા હતા અને ભરૂચ તરફ તેનુ સ્ટેજ બનાવવામાં આવ્યું હતું.
આ પણ વાંચો:જૂનાગઢની 5 વર્ષની બાળકીએ કર્યા અદ્ભુત યોગ, વીડિયો જોઈને તમે પણ કહેશો કે...
ગોલ્ડનબ્રિજને ટ્રાય કલર્સ બ્લુનથી શણગારવામાં આવ્યો:સોમવારે બપોરે 12 કલાકથી (Yoga Day Celebration On Golden Bridge In Bharuch) મંગળવારે બપોરે 12 કલાક સુધી ગોલ્ડનબ્રિજ વાહનો માટે બંધ કરી દેવાયો હતો અને આ ઐતિહાસિક અને આઇકોનીક (Golden Bridge Yoga Day Celebration) ક્ષણે ગોલ્ડનબ્રિજને ટ્રાય કલર્સ બ્લુનથી શણગારવામાં આવ્યો હતો. એટલું જ નહીં 1412 મીટર લાંબા બ્રિજમાં દર 100 મીટરે ટીવી સ્ક્રીન અને સ્પીકર્સ મુકાયા હતા અને તેનુ સ્ટેજ ભરૂચ બનાવવામાં આવ્યું હતુ, જ્યારે વાહન પાર્કિંગની વ્યવસ્થા અંકલેશ્વર તરફ કરવામાં આવી હતી.