ભરૂચ: ઝઘડિયા ઓદ્યોગિક વસાહતમાં આવેલી ડી.સી.એમ.શ્રી રામ કંપનીના એલ્યુમીનીયમ ક્લોરાઈડ પ્લાન્ટમાં આજે શુક્રવારે સવારના સમયે રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી. તે દરમિયાન એલ્યુમીનીયમ ક્લોરાઈડ કેમિકલ લીક થયો હતો. જેના પગલે દોડધામ મચી જવા પામી હતી.
ભરૂચની ઝઘડીયા GIDCની એક કંપનીમાં કેમિકલ લીક થતા 6 કામદારો દાઝ્યા - ભરૂચ ન્યુઝ
ઝઘડીયા GIDCની ડી.સી.એમ. શ્રીરામ કંપનીમાં કેમિકલ લીક થતા નજીકમાં કામ કરી રહેલા 6 કામદારો દાઝી ગયા હતાં. જેઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ઝઘડીયા GIDCની એક કંપનીમાં કેમિકલ લીક થતા 6 કામદારોને ઇજા
આ સમગ્ર કેમિકલ લીક થયેલી ઘટનામાં નજીકમાં કામ કરી રહેલા કામદારો પર ઉડતા 6 કામદાર દાઝી ગયા હતાં. જેઓને સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતા જ ઝઘડીયા પોલીસ અને સેફટી એન્ડ હેલ્થ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોચી હતી અને તપાસ શરુ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લાના ઉદ્યોગોમાં વારંવાર ઓદ્યોગિક અકસ્માતો બને છે. જેનો ભોગ કામદારોએ બનવું પડે છે, ત્યારે ઉદ્યોગોમાં કામદારોની સલામતી માટે પગલા ભરવામાં આવે તે જરૂરી છે.