ગુજરાત

gujarat

ETV Bharat / state

અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા ૯ જાન્યુઆરીથી ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પો યોજશે - ગુજરાતના નામાંકિત ઔદ્યોગિક વસાહતો

ભરૂચઃ જિલ્લાના અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા ૯મી જાન્યુઆરીથી ત્રિદિવસી 10મો ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પો યોજશે જેને કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાનાં હસ્તે ખુલ્લો મુકાશે. અંકલેશ્વર GIDCમાં આવેલા ડીએ આનંદપુરા સાંસ્કૃતિક સંકુલના 1.20 લાખ સ્કવેર ફૂટમાં તારીખ-9મી જાન્યુઆરીથી ત્રણ દિવસ માટે 10મોં ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પો યોજાશે જેમાં નાના-મોટા 300થી વધુ સ્ટોલ ઉભા કરવામાં આવશે.

Ankleshwar Chamber of Commerce
અંકલેશ્વર ઉદ્યોગ મંડળ

By

Published : Jan 7, 2020, 3:05 AM IST

આ એક્સ્પો સવારે 10થી સાંજે 6 કલાક સુધી યોજાશે જેના ઉદ્દઘાટન પ્રસંગે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા, સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલના સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ એક્સ્પોમાં વાપી, વટવા, દહેજ, ઝઘડિયા, પાનોલી તેમ ગુજરાતના નામાંકિત ઔદ્યોગિક વસાહતો ભાગ લેશે. આ એક્સિબિશનમાં ડીઝીટલ ઇન્ડિયા મિશનના ભાગરૂપે ઓન લાઈન વિઝિટર્સ રજીસ્ટ્રેશનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ પ્રદર્શનમાં સુરક્ષા સલામતી અંગે નિષ્ણાંતો વિવિધ વિષય પર વક્તવ્ય રજૂ કરશે જે એક્સ્પો અંગે માહિતી આપવા એ.આઈ.એ.ના કોન્ફ્રન્સ હોલ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમા રમેશ ગાભાણી, પરેશ તરૈયા અને અશોક ચોવટીયા અને પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.

અંકલેશ્વર ઉદ્યોગ મંડળ

ABOUT THE AUTHOR

...view details