ગુજરાત

gujarat

ETV Bharat / state

‘ચાલો હવે જૂની યાદો તાજી કરીએ...’ બાળકોએ ઘરમાં બેસીને સાપસીડી જેવી રમતો રમવાનું શરૂ કર્યું - કહેર તાજા સમાચાર

લોકડાઉનના સમયમાં ટી.વી. પર મહાભારત અને રામાયણનો સમય પાછો આવ્યો છે. ત્યારે ભરૂચના વિવિધ ઘરોમાં જૂની રમતો તાજી થઇ છે.

લોકડાઉનના સમયમાં ટી.વી.પર મહાભારત અને રામાયણનો સમય પાછો આવ્યો
લોકડાઉનના સમયમાં ટી.વી.પર મહાભારત અને રામાયણનો સમય પાછો આવ્યો

By

Published : Apr 4, 2020, 3:49 PM IST

ભરૂચઃ લોકડાઉનના સમયમાં ટી.વી.પર મહાભારત અને રામાયણનો સમય પાછો આવ્યો તો ભરૂચના વિવિધ ઘરોમાં જૂની રમતો તાજી થઇ છે.

ઘરની બહાર ન નીકળી શકતા લોકોએ બાળકોને ભમરડો, સાપસીડી અને લૂડો જેવી રમત રમાડવાનું શરૂ કર્યું છે. મોબાઈલની નાની સ્ક્રીનમાં કેદ થયેલી રમતો લોકડાઉનનાં પગલે ઘરના દીવાનખંડમાં ઉભરી આવી છે.

લોકડાઉનના સમયમાં ટી.વી.પર મહાભારત અને રામાયણનો સમય પાછો આવ્યો

લોકડાઉનના સમયમાં ટી.વી.પર મહાભારત અને રામાયણનો સમય પાછો આવ્યો તો ભરૂચના વિવિધ ઘરોમાં જૂની રમતો તાજી થઇ છે. ઘરની બહાર ન નીકળી શકતા લોકોએ બાળકોને ભમરડો, સાપસીડી અને લૂડો જેવી રમત રમાડવાનું શરૂ કર્યું છે.

કોરોના વાઇરસના સંક્રમણ સામે દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. આ સમયમાં લોકો ઘરની બહાર નીકળી શકતા નથી, ત્યારે સરકારે ટેલીવિઝન પર રામાયણ અને મહાભારત જેવી અદભૂત સીરિયલ દર્શાવવાનું શરૂ કર્યું છે.

પ્રાચીન નગરી ભરૂચમાં આ દિવસોમાં જુના દિવસોની યાદ તાજી થઇ રહી છે. આજના ટેકનોલોજીના યુગમાં કમ્પ્યુટર જેવું મગજ ધરાવતા બાળકો ડિજીટલ વીડિયો ગેમ જ રમતા હતા. જો કે, લોક ડાઉનનાં પગલે નવી પ્રવુત્તિઓમાં ધ્યાન કેન્દ્રિત થાય એ માટે લોકોએ તેમના બાળકોને જૂની રમતો રમાડવાનું શરૂ કર્યું છે.

ભરૂચના વિવિધ ઘરોમાં બાળકો ભમરડો,સાપ સીડી અને લૂડો સહિતની જૂની રમતો રમાતી થઇ છે. આ રમતો આજ પહેલા મોબાઈલની એક નાની સ્ક્રીનમાં કેદ હતી, પરંતુ લોક ડાઉનનાં પગલે ઘરના દીવાન ખંડ અને આંગણામાં રમાતી થઇ છે. લોકો જૂની રમતો રમી જુના દિવસો યાદ કરી રહ્યા છે અને એ બહાને લોકડાઉનનું પાલન કરી તંત્રને પણ સાથ સહકાર આપી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details