ગુજરાત

gujarat

ETV Bharat / state

તબલીગી જમાતના કાર્યક્રમમાં જનારા ભરૂચના લોકોનું કોવિડ-19નો ટેસ્ટ કરાશે

ભરૂચ જિલ્લામાંથી તબલીગી જમાતના કાર્યક્રમમાં જઈ આવલા તમામ લોકોનો કોરોના વાઇરસનો ટેસ્ટ કરાવાશે. જેના પગલે સિવિલ હોસ્પિટલ ખાતે ૧૦૦ જેટલા લોકોના ટેસ્ટની કામગીરી શરુ કરવામાં આવી છે.

etv Bharat
ભરૂચમાં તબલીગી જમાતના કાર્યક્રમમાં,જનારા લોકોના covid-19નો ટેસ્ટ કરાશે.

By

Published : Apr 8, 2020, 7:37 PM IST

ભરૂચ: જીલ્લામાંથી તબલીગી જમાતના કાર્યક્રમમાં જઈ આવલા તમામ લોકોનો કોરોના વાઇરસનો ટેસ્ટ કરવામાં આવશે, ત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે ૧૦૦ લોકોના ટેસ્ટની કામગીરી શરુ કરવામાં આવી છે.

ગુજરાતમાં કોરોના વાઇરસનું સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે. જો કે અત્યાર સુધી ભરૂચ જીલ્લામાં કોરોના વાઇરસનો એક પણ પોઝેટીવ કેસ નોધાયો નથી, ત્યારે સરકાર દ્રારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હી ખાતે યોજાયેલા તબલીગી જમાતના કાર્યક્રમમાં હાજરી આપી આવેલા તમામ લોકોનો કોરોના વાઇરસનો ટેસ્ટ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જેના ભાગરૂપે ભરૂચ જીલ્લામાં તબલીગી જમાત સહિત અન્ય સ્થળે ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા ગયેલા ૧૦૦ લોકોનાં કોરોના વાઇરસના ટેસ્ટ કરવામાં આવશે. ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે આઈશોલેશન વોર્ડ પણ કાર્યરત છે, ત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે આ ૧૦૦ લોકોના કોરોના વાઇરસના ટેસ્ટની કામગીરી શરુ કરી દેવામાં આવી છે. તબક્કાવાર આ લોકોના ટેસ્ટ કરાશે અને ત્યારબાદ રીપોર્ટ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details