ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચ કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી આખરી તબક્કામાં - રાજ્યસભાના સાંસદ

સ્થાનિક સ્વરાજની સંસ્થાની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે કવાયત હાથ ધરવામાં આવી છે. ત્યારે મંગળવારે ભરૂચમાં કોંગ્રેસના પ્રભારીઓની હાજરીમાં મહત્વની બેઠક યોજાઇ હતી

ભરૂચ કોંગ્રેસ
ભરૂચ કોંગ્રેસ

By

Published : Feb 2, 2021, 8:00 PM IST

Updated : Feb 2, 2021, 9:51 PM IST

  • ભરૂચમાં કોંગ્રેસ દ્વારા ચૂંટણીનો ધમધમાટ શરૂ
  • ઉમેદવારોની પસંદગી માટે કોંગ્રેસે બેઠક યોજી
  • પ્રભારીઓની હાજરીમાં બેઠક યોજાઇ

ભરૂચ : સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં કોંગ્રેસે નગરપાલિકાના ઉમેદવારોના નામની યાદી જાહેર કર્યા બાદ હવે નગરપાલિકા તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતના ઉમેદવારોના નામની પસંદગી માટે કવાયત શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે ભરૂચમાં મંગળવારના રોજ કોંગ્રેસની મહત્વની બેઠક યોજાઇ હતી. ભરૂચ જિલ્લા પ્રભારી ઇકબાલ શેખ, રાજેન્દ્રસિંહ પરમાર, કાશ્મીરા શાહ અને કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણાની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઇ હતી. જેમાં નિરીક્ષકોએ ઉમેદવારોના નામની તૈયાર કરેલી યાદી પર ચર્ચા કરવામાં આવી હતી. આ ફાઇનલ યાદી પ્રદેશ કક્ષાએ મોકલવામાં આવશે. હવે ગણતરીના દિવસોમાં ઉમેદવારોના નામની જાહેરાત કરાશે.

ભરૂચ કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંગી આખરી તબક્કામાં

પહેલા અહેમદ પટેલ જ નામ નક્કી કરતા

રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલના નિધનના કારણે કોંગ્રેસ દ્વારા ભરૂચમાં ઉમેદવારોની પસંદગી માટે આ પ્રકારની પ્રક્રિયા યોજાઇ રહી છે. અહેમદ પટેલના સમયમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા ઠરાવ કરવામાં આવતો હતો કે, અહેમદ પટેલ જે ઉમેદવાર નક્કી કરે એ ફાઇનલ ત્યારે કોંગ્રેસને ચોક્કસ અહેમદ પટેલની ખોટ વર્તાઇ રહી છે.

લોકોનું કામ કરે એવા ઉમેદવારો પસંદ કરીશું

ભરૂચમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં ભાગ લેનારા ઇકબાલ શેખે જણાવ્યું હતું કે, ભાજપના સાશનમાં ઘણા પ્રશ્નો છે અને લોકો દુઃખી છે, ત્યારે લોકોના પ્રશ્નોને વાચા આપી યોગ્ય સ્થળે રજૂઆત કરી શકે એવા ઉમેદવારોની પસંદગી કરાશે.

Last Updated : Feb 2, 2021, 9:51 PM IST

ABOUT THE AUTHOR

...view details