- ભરૂચના અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામમાં દીપડો દેખાયો
- ઘણા સમયથી દીપડો દેખાતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો
- અંકલેશ્વર, ઝઘડિયા, વાલિયા, નેત્રંગ વિસ્તારમાં દીપડાનો આતંક
ભરૂચઃ અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામની સીમમાં દીપડો દેખાતા ગ્રામજનોમાં ફફડાટ જોવા મળ્યો હતો. દીપડો રાત્રિ દરમિયાન દેખાતા એક ખેડૂતો વીડિયો પણ બનાવી લીધો હતો. અને ત્યારબાદ વન વિભાગને જાણ કરી હતી. હાલમાં અંકલેશ્વર, ઝઘડિયા, વાલિયા, નેત્રંગ જેવા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દીપડા આવવાનું જોર વધ્યું છે.