ભરૂચ: લોકડાઉનના સમયમાં પણ ભરૂચના સુપર માર્કેટમાં આવેલી પટેલ સ્પોર્ટ્સની દુકાન ખુલ્લી રહેતા પોલીસે દરોડા પાડ્યા હતા. જ્યાં ખરીદી કરવા આવેલા ભરૂચ નગર સેવા સદન અને દક્ષિણ ગુજારત વીજ કંપનીના અધિકારીઓ સહીત 15 લોકો પણ ઝડપાયા હતા.
લોકડાઉનમાં પણ ભરૂચમાં સ્પોર્ટસની દુકાન ખુલ્લી, પોલીસે ગુનો નોંધ્યો - કોરોના વાઇરસ
લોકડાઉનના સમયમાં પણ ભરૂચના સુપર માર્કેટમાં આવેલા પટેલ સ્પોર્ટ્સની દુકાન ખુલ્લી રહેતા પોલીસે દરોડા પાડ્યા હતા. આ સાથે જ ખરીદી કરવા આવેલા ભરૂચ નગર સેવા સદન અને દક્ષિણ ગુજારત વીજ કંપનીના અધિકારીઓ સહીત 15 લોકો ઝડપાયા હતા. જે બાદ પોલીસે દુકાન સંચાલક સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
![લોકડાઉનમાં પણ ભરૂચમાં સ્પોર્ટસની દુકાન ખુલ્લી, પોલીસે ગુનો નોંધ્યો ભરૂચના સુપર માર્કેટમાં દુકાનો ખુલ્લી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6646506-682-6646506-1585909524492.jpg)
કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા દેશમાં લોકડાઉનના સમયમાં કલમ 144 લાગુ છે, ત્યારે ભરૂચના સુપર માર્કેટમાં આવેલી પટેલ સ્પોર્ટ્સની દુકાન ખુલ્લી હોવા સાથે ત્યાં મોટી સંખ્યામાં લોકો હાજર હોવાની પોલીસને માહિતી મળતા પોલીસ દ્વરા દરોડા પાડવામાં આવ્યા હતા.
પટેલ સ્પોર્ટ્સની દુકાન પર ભરૂચ નગર સેવા સદન અને દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ પણ ખરીદી કરી રહ્યા હતા. પોલીસે અધિકારીઓ સહીત 15 લોકોની અટકાયત કરી આગળની કાર્યવાહી શરૂ કરી હતી. જો કે બાદમાં પોલીસે દુકાનના સંચાલક સામે જ ગુનો દાખલ કર્યો હતો. નગર સેવા સદનના અધિકારીઓ જ જાહેરનામાનો ભંગ કરતા પકડાતા પ્રમુખ સુરભી તમાકુવાલા સહિત અન્ય અધિકારીઓ પણ પોલીસ સ્ટેશન પહોચ્યા હતા. મહામારીના સમયમાં તંત્ર લોકોને લોકડાઉનનું પાલન કરાવવા કડક બની રહી છે તો બીજી તરફ તંત્રના જ અધિકારીઓ કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા છે.