ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ, ગણેશ પંડાલમાં અસામાજિક તત્વોએ ફેંક્યા માંસનાં ટુકડા - ભરૂચ

ભરૂચ: શહેરમાં શાંતિ ડહોળવાનો પ્રયાસને લઇને ગણેશ પંડાલમાં અસામાજિક તત્વોએ માંસનાં ટુકડા ફેંકી ગયા હતાં. ભરૂચના મોફેસર જીન કંમ્પાઉન્ડમાં સ્થાપિત કરવામાં આવેલ ગણેશજીની પ્રતિમા નજીક કોઈક અસામાજીક તત્વો માંસનાં ટુકડા ફેંકી જતા વિવાદ જોવા મળ્યો હતો.

Bharuch

By

Published : Sep 3, 2019, 5:13 PM IST

હાલ ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે, ત્યારે અસામાજિક તત્વો દ્વારા શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ભરૂચના મોફેસર જીન કંમ્પાઉન્ડમાં સ્થાનિકો દ્વારા ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે. ગણેશ પ્રતિમા નજીક કોઈક તત્વો માંસનાં ટુકડા ફેંકી ગયા હતાં.

ભરૂચમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ, ગણેશ પંડાલમાં અસામાજિક તત્વોએ ફેંક્યા માંસનાં ટુકડા

આજે મંગળવારે સવારના સમયે સ્થાનિકોએ આ દ્રશ્યો જોતા તેઓની ધાર્મિક લાગણી દુભાઈ હતી. બનાવની જાણ થતા જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સ્થાનિકો દ્વારા આવા તત્વો સામે કાયદેસરના પગલા ભરવાની માગ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details