- ભરુચમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના ભણકારા
- જંબુસર ખાતે ભાજપની પેજ સમિતિની બેઠક મળી
- કોંગ્રેસના 100 કાર્યકરો ભાજપમાં જોડાયા
ભરુચઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના ભણકારા વાગી રહ્યા છે ત્યારે જંબુસર ખાતે ભાજપાની પેજ સમિતિની બેઠક મળી હતી. જેમાં કોંગ્રેસના 100 કાર્યકરો ભાજપમાં જોડાયા હતા.
જંબુસર ખાતે ભાજપની પેજ સમિતિની બેઠક મળી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે જીલ્લાના પ્રભારી તરીકે ભાજપા દ્વારા કુમાર કાનાણી તથા પ્રફુલ્લ પાનસેરિયાની નિમણુક કરવામાં આવી છે. જેઓ દ્વારા તાલુકા કક્ષાએ જઈ વિવિધ સમિતિની બેઠક બોલાવવામાં આવી રહી છે. ત્યારે શનિવારે જંબુસર ખાતે બન્ને પ્રભારીઓના અધ્યક્ષ સ્થાને પેજ સમિતિની બેઠક મળી હતી. જેમાં ચૂંટણીને અનુલક્ષીને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તો પેજ પ્રમુખોને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.