ભરૂચઃ જીલ્લામાં કોરોના વાઈરસનો કહેર વધી રહ્યો છે અને દિનપ્રતિદિન પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે ત્યારે ભરૂચમાં બે દિવસમાં કોરોનાના વધુ 8 પોઝિટિવ કેસ નોધાયા છે. સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતી સગર્ભા મહિલા, અસ્થમાથી પીડિત 16 વર્ષીય કિશોર, નાગરવાડાથી ભરૂચ આવેલા વિદ્યાર્થી સહિત 4 લોકોના રિપોર્ટ 16 એપ્રિલે પોઝિટિવ આવ્યા હતા ત્યાર બાદ 17 એપ્રિલે ચાર પોઝિટિવ કેસ નોધાયા છે.
ભરૂચમાં કોરોના વાઈરસ પોઝિટિવ કેસનો આંકડો 21 પર પહોંચ્યો - bharuch corona cases
ભરૂચ કોરોના વાઈરસનો કહેર વધી રહ્યો છે અને દિન-પ્રતિદિન પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે ત્યારે જીલ્લામાં બે દિવસમાં કોરોનાના વધુ 8 પોઝિટિવ કેસ નોધાયા છે. જેથી કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 21 પર પહોંચતા આરોગ્ય વિભાગ દોડતુ થયું છે.

In Bharuch, the number of Corona positive cases reached 21
આ ચારેય કેસ ભરૂચ સિવિલ હોસ્પિટલનાં સ્વાસ્થ્ય કર્મીઓના જ છે. સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી વાલિયાની બે તેમજ આલ્ફા સોસાયટીની એક લેબ ટેકનીશીયનને અને ભરૂચ સિવિલ હોસ્પિટલના ક્વાટર્સમાં રહેતા પુરૂષ ગાયનેકોલોજીસ્ટનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ લોકોને સારવાર અર્થે અંકલેશ્વરની સ્પેશ્યલ કોવીડ જયા બહેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ભરૂચ જીલ્લામાં 8 દિવસમાં કોરોના વાઈરસના 21 કેસ નોધાયા છે. જેના પર એક નજર કરીએ તો...
- 9 એપ્રિલ-ઇખરમાં રેહતા તમિલનાડુના 4 લોકો
- 10 એપ્રિલ-ઇખરનો વધુ એક દેવલામાં હરિયાણાના 2 લોકો
- 11 એપ્રિલ-ભાવનગર ગયેલા પારખેતના મૌલવી
- 13 એપ્રિલ-ભાવનગર ધાર્મિક કાર્યક્રમમાં ગયેલ વાતરસાના 3 વ્યક્તિના
- 14 એપ્રિલ-સિવિલ હોસ્પિટલની બે નર્સ
- 16 એપ્રિલ-સિવિલ હોસ્પિટલની મહિલા સિક્યુરી ટી, નર્મદા બંગ્લોઝનો ૧૬ વર્ષીય કિશોર, મુક્તાનંદ સોસાયટીનો એક વિદ્યાર્થી અને રાઝી સ્ટ્રીટમાં રહેતો એક વ્યક્તિ
- 17 એપ્રિલ-સિવિલ હોસ્પિટલના ત્રણ લેબ ટેકનીશીયન અને એક ગાયનેકોલોજીસ્ટનો