ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચમાં પ્રેમિકાના પતિએ પ્રેમીને મોતને ઘાટ ઉતારતા ચકચાર - ક્રાઈમ ન્યૂઝ

ભરૂચઃ જિલ્લાના નેત્રંગ તાલુકામાં પતિએ પત્નિના પ્રેમીને મોત ઘાટ ઉતારતા ચકચાર મચી છે. ઘટના અંગે નેત્રંગ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચમાં પ્રેમિકાના પતિએ પ્રેમીને મોતને ઘાટ ઉતારતા ચકચાર

By

Published : Oct 29, 2019, 1:02 PM IST

નેત્રંગના ચાર રસ્તા પાસેના સરકારી રેસ્ટ હાઉસ નજીક રહેતા 40 વર્ષીય અબ્દુલ રઝાક ઇબ્રાહિમ કાગઝી કંબોડીયા ગામે રહેતી પ્રેમિકાના ઘરે ગયા હતા. ત્યારે પ્રેમ સંબંધની રીસ રાખી પ્રેમિકાના પતિ રાયસિંગ વસાવાએ આવેશમાં આવી પ્રેમી પર પાવડાથી હુમલો કર્યો હતો. જેમાં પ્રેમીને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

ભરૂચમાં પ્રેમિકાના પતિએ પ્રેમીને મોતને ઘાટ ઉતારતા ચકચાર

ઘટનાની જાણ થતાં નેત્રંગ પોલીસે હત્યાનો ગુનો નોંધી ગણતરીના સમયમાં આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details