ભરૂચ: જિલ્લામાં સૌથી પહેલો કોરોના પોઝેટીવના દર્દીને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જેના કારણે સિવિલના 7 જેટલા આરોગ્યકર્મીઓ પણ કોરોનાનો શિકાર બન્યા હતા. ત્યાર બાદ 16 એપ્રિલ થી 30 એપ્રિલ સુધી સિવિલ હોસ્પિટલમાં ઓ.પી.ડી.સહિતની તમામ સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી અને સિવિલ હોસ્પિટલને સેનીટાઇઝ કરવામાં આવી હતી.
કોરોનાના સંક્રમણ વચ્ચે ભરૂચ સિવિલમાં સર્ટીફીકેટ માટેે દર્દીની લાંબી લાઈન - ભરૂચ સિવિલ હોસ્પિટલ
ભરૂચ સિવિલ હોસ્પિટલમાં શુક્રવારે દર્દીઓની લાંબી લાઇનો લાગી હતી. જેમાં સૌથી વધુ લોકો ફિટનેસ સર્ટીફીકેટ અને કોવિડ-19નું સર્ટીફીકેટ પહોંચ્યા હતા.
ભરૂચ: કોરોનાના સંક્રમણ વચ્ચે સિવિલમાં, સર્ટીફીકેટ માટેે દર્દીઓની લાંબી લાઈન લાગી
તે દરમિયાન સિવિલની ઓ.પી.ડી. ભરૂચની સેવાશ્રમ હોસ્પિટલમાં શરુ કરવામાં આવી હતી. અત્યારે પરિસ્થિતિ કાબૂમાં થતા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા કેટલાક દિવસોથી જનરલ ઓ.પી.ડી. પણ શરૂ કરી દેવામાં આવી છે. જેથી શુક્રવારે દર્દીઓની લાંબી લાઈન જોવા મળી હતી. હોસ્પિટલ આવેલા લોકોમાં ફિટનેસ સર્ટીફીકેટ અને કોવિડ સર્ટીફિકેટ મેળવનારાઓની સંખ્યા સૌથી વધુ જોવા મળી હતી.