- ભરૂચમાં ફરી એક વાર મળ્યો વિદેશી દારૂનો જથ્થો
- પોલીસે બાતમીના આધારે હાંસોટ ટાઉનમાં પાડ્યા દરોડા
- પોલીસે 3.4 લાખની કિંમતનો વિદેશી દારૂ કબજે કર્યો
ભરૂચમાં હાંસોટ પોલીસે 3 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો - ક્રાઈમ
ભરૂચમાં હાંસોટ પોલીસે હાંસોટ ટાઉનમાંથી રૂપિયા 3 લાખથી વધુની કિમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ સાથે જ 2 બુટલેગર ફરાર થઈ ચૂક્યા છે. સ્થાનિક હાંસોટ ટાઉનમાં મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો છે. આ બાતમી મળતા પોલીસે દરોડા પાડી પોલીસે રૂપિયા 3.4 લાખની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો.

ભરૂચઃ હાંસોટ પોલીસે હાંસોટ ટાઉનમાંથી રૂપિયા 3 લાખથી વધુની કિમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો, જ્યારે ફરાર થયેલા 2 બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યા છે. હાંસોટ પોલીસને બાતમી મળી હતી કે, સ્થાનિક હાંસોટ ટાઉનમાં મોટા પાયે વિદેશી દારુનો જથ્થો ઉતારવામાં આવ્યો છે. જેના આધારે પોલીસે રેડ કરતા રૂપિયા 3.4 લાખની કિમતની વિદેશી દારૂ અને બિયરની 2828 નંગ બોટલ મળી આવી હતી. જેેથી પોલીસે વિદેશી દારુનો જથ્થો કબજે કર્યો હતો.
બે કુખ્યાત બુટલેગર ફરાર
આ મામલામાં વિદેશી દારૂ મંગાવનાર હાંસોટના ટાકાવાડામાં રહેતા મુન્ના બશીર શેખ અને ગોરૂ બશીર શેખને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. આ બન્ને આરોપી કુખ્યાત છે અને તેમના વિરુદ્ધ અગાઉ પણ અનેક ગુના નોધાયા છે. આરોપીઓ દ્વારા મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવી તેનો સપ્લાય કરવામાં આવતો હોવાની વિગતો બહાર આવી છે.