- પૂર્વ મુખ્યપ્રધાન અને દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાની ભરૂચની મુલાકાત
- રાકેશ ટિકૈત આવનાર તારીખ 4 અને 5 એપ્રિલના રોજ ગુજરાતના પ્રવાસે
- 3 કૃષિ કાયદા વિરૂદ્ધ ભરૂચથી મોટી સંખ્યામાં ખેડૂતો જોડાશે એવો દાવો
ભરૂચ :કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકાયેલા 3 કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હી ખાતે સંયુક્ત કિસાન મોરચા દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે. જેના આગેવાન રાકેશ ટિકૈત આવનારી 4 અને 5 એપ્રિલના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ખેડૂત આંદોલનને ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા સમર્થન આપી રહ્યા છે. ત્યારે રાકેશ ટિકૈતની ગુજરાત મુલાકાતને સફળ બનાવવા માટે શંકરસિંહ બાપુ દ્વારા બેઠકો યોજવાની શરુ કરવામાં આવી છે. જેના ભાગરૂપે ભરૂચના ઝાડેશ્વર સર્કિટ હાઉસ ખાતે તેમણે ખેડૂત આગેવાનો સાથે બેઠક કરીને ચર્ચા કરી હતી.
આ પણ વાંચો: 5 એપ્રિલે બારડોલીમાં રાકેશ ટીકેત ખેડૂતોને સંબોધશે
રાકેશ ટિકૈત અંબાજી મંદિર અને ગાંધી આશ્રમની લેશે મુલાકાત
ગુજરાતની મુલાકાતે આવનારા ખેડૂત નેતા રાકેશ ટિકૈત 4 એપ્રિલે સવારે અંબાજી મંદિરે દર્શન કરવા પહોંચશે. જ્યારબાદ પાલનપુર અને બારડોલીમાં ખેડૂત સંવાદને સંબોધન કરશે. ગુજરાત મુલાકાતના બીજા દિવસે સવારે 8 કલાકે તેઓ અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાત લેશે. જ્યારબાદ, તેઓ કરમસદ થશે. આ ઉપરાંત તેઓ ઉંઝા સ્થિત માં ઉમિયાનાં મંદિરે પણ દર્શન કરવા માટે જશે.