ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચ જિલ્લામાં કોરોનાના કેસમાં ઘટાડો, પોઝિટિવ કેસની સંખ્યા 1,044 પર પહોંચી

ભરૂચ જિલ્લામાં 1 મહિનામાં રોજના કોરોનાના 24 કેસની એવરેજ સામે શુક્રવારના રોજ 10 કેસ નોંધાયા છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સાથે કુલ સંખ્યા 1,044 પર પહોંચી છે.

ભરૂચ
ભરૂચ

By

Published : Aug 7, 2020, 7:37 PM IST

ભરૂચઃ જિલ્લામાં છેલ્લા 1 મહિનાથી શુક્રવારના રોજ 1 દિવસમાં કોરોનાના સોથી ઓછા પોઝિટિવ કેસ નોધાયા છે. એક મહિનામાં રોજના 24 કેસની એવરેજ સામે આજે 10 કેસ નોધાયા છે. તેની સાથે જ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 1,044 પર પહોંચી છે.

ભરૂચ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ આજના દિવસ પુરતું જાણે કાબુમાં આવી ગયું છે અથવા તો આંકડાની માયાજાળ રચવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લામાં છેલ્લા 1 મહિનામાં રોજના 24 કેસની એવરેજ સાથે કુલ 744 કેસ નોધાઈ રહ્યા છે.

છેલ્લા એક મહિનામાં 1 દિવસમાં સોથી ઓછા 10 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં ભરૂચમાં 8 કેસ અને અંકલેશ્વરના 2 કેસનો સમાવેશ થાય છે. શુક્રવારના રોજ 25 દર્દી સ્વસ્થ થતા રજા આપવામાં આવી છે.

તો એક દર્દીનો ડેથ ઓડીટ રીપોર્ટ આવતા વધુ એક મોત દર્શાવવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લામાં આજના નવા નોધાયેલા કેસની સાથે જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 1,044 પર પહોંચી છે. જે પૈકી 24 દર્દીના મોત નિપજ્યા છે.

તો 845 દર્દી સાજા થતા રજા આપવામાં આવી છે. હવે જિલ્લામાં કોરોનાના 175 દર્દીઓ સારવાર હેઠળ છે. ભરૂચ જિલ્લામાં આજના દિવસે એક દિવસમાં સોથી ઓછા કેસ નોંધાયા છે. તે સારી બાબત કહી શકાય પરંતુ લોકોએ હજુ પણ સાવચેતી રાખવાની જરૂર છે.

ABOUT THE AUTHOR

...view details