ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચ જિલ્લામાં કોરોનાના 9 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 93 પર પહોંચી - પોઝિટિવ આવેલા કેસ જંબુસર નગર

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. જ્યારે રાજ્યના ભરૂચ જિલ્લામાં પણ દિવસે દિવસે કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે સોમવારે ભરૂચમાં એક સાથે 9 પોઝિટિવ કેસ નોંધાયા છે. ત્યારે જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 93 પર પહોંચી છે.

ભરૂચ જિલ્લામાં કોરોનાના 9 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 93 પર પહોંચી
ભરૂચ જિલ્લામાં કોરોનાના 9 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 93 પર પહોંચી

By

Published : Jun 15, 2020, 8:52 PM IST

ભરૂચ: જિલ્લામાં દિનપ્રતિદિન કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે ભરૂચમાં એક સાથે 9 પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. ત્યારે જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 93 પર પહોંચી છે.

પોઝિટિવ આવેલા તમામ કેસ જંબુસર નગર અને ગામના છે. પોઝિટિવ કેસની વિગત પર નજર કરીએ તો, જંબુસરના ભાગલી વાડના 3 વ્યક્તિ વડોદરા હોસ્પિટલમાં બનેવીના ઓપરેશન માટે ગયા હતા. ત્યાંથી સંક્રમણ થયુ હોવાનું અનુમાન છે.

જંબુસરના ઘાંચીવાડના 1 વ્યક્તિને ત્યાંના જ જુના કેસના સંપર્કમાં આવતા ચેપ લાગ્યો હોઈ શકે છે. જંબુસરમાં માર્કેટિંગ કરનાર 1 વ્યક્તિ જંબુસરના કસબાના રહેવાસી છે. જે પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. મિર્ઝાવાડીના 1વ્યક્તિનો કરિયાણાનો ધંધો હોવાથી ત્યાંથી ચેપ લાગ્યો હોવાનું અનુમાન, ગણેશ ચોકના 1વ્યક્તિને પણ કરિયાણાની દુકાનમાંથી ચેપ લાગ્યો હોવાનું અનુમાન, જંબુસરની ગરીબ નવાઝ સોસાયટીનો એક વ્યક્તિ સંક્રમિત થયો છે. તો ડાભા ગામે એક ખેડૂતનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ સાથે જ ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 93 પહોંચી છે.

ABOUT THE AUTHOR

...view details