ભરૂચ: જીલ્લામાં આજે કોરોના વાયરસના વધુ 8 પોઝિટિવ કેસ નોંધાયા છે, તે સાથે જીલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 226 પર પહોંચી છે. ભરૂચ જીલ્લામાં કોરોનાના કેસ દિવસે દિવસે વધી રહ્યા છે. જેમાં અંકલેશ્વરમાં 6 પોઝિટિવ કેસ, ભરૂચ અને જંબુસરમાં કોરોનાનો એક એક પોઝિટિવ કેસ નોંધાયો છે.
ભરૂચ જીલ્લામાં વધુ 8 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા, કુલ કેસની સંખ્યા 226 પર પહોંચી - Total corona case in bharuch
રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. ત્યારે, જિલ્લાઓમાં પણ કોરોના કેસની સંખ્યામાં વધારો નોંધાયો છે. ભરૂચ જીલ્લામાં કોરોના વાયરસના વધુ 8 પોઝિટિવ કેસ નોંધાતા જીલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 226 પર પહોંચી છે.
ભરૂચ જીલ્લામાં વધુ 8 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા, કુલ કેસની સંખ્યા 226 પર પહોંચી
અંકલેશ્વરના ગડખોલ ગામના વેલકમ નગરમાં રહેતા 5 વ્યક્તિનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે, તો ભડકોદ્રામાં પણ વધુ એક વ્યક્તિ કોરોના સંક્રમિત થયો છે. કોરોના પોઝિટિવ દર્દીઓને સારવાર અર્થે સ્પેશ્યલ કોવીડ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ભરૂચ જીલ્લામાં આજના પોઝિટિવ દર્દીઓની સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા 226 પર પહોંચી છે. જે પૈકી 13 દર્દીના મોત નીપજ્યા છે. તો 107 દર્દીઓએ કોરોનાને માત આપી સ્વસ્થ થતા રજા આપવામાં આવી છે. જ્યારે, 107 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે.