ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચ જિલ્લામાં એક જ દિવસમાં કોરોનાના વધુ 16 પોઝિટિવ કેસ નોધાયા - ભરૂચ ન્યૂઝ

ભરૂચ જિલ્લામાં શનિવારે કોરોનાના વધુ 16 પોઝિટિવ કેસ નોધાતા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 961 થઈ છે. જે પૈકી 21 દર્દીના મોત થયા છે, તો અત્યાર સુધી 690 દર્દી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે.

ભરૂચ જિલ્લામાં એક જ દિવસમાં કોરોનાના વધુ 16 પોઝિટિવ કેસ નોધાયા
ભરૂચ જિલ્લામાં એક જ દિવસમાં કોરોનાના વધુ 16 પોઝિટિવ કેસ નોધાયા

By

Published : Aug 1, 2020, 6:35 PM IST

  • ભરૂચ જિલ્લામાં શનિવારે કોરોનાના વધુ 16 પોઝિટિવ કેસ નોંધાયા
  • જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 961 થઈ

ભરૂચઃ જિલ્લામાં શનિવારે કોરોનાના વધુ 16 પોઝિટિવ કેસ નોધાતા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 961 થઈ છે.

ભરૂચ શહેર અને જિલ્લામાં કોરોના વાઇરસના પોઝિટિવ કેસની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. શનિવારે પણ કોરોનાના વધુ 16 પોઝિટિવ કેસ નોધાયા હતા. જેમાં ભરૂચમાં 8, અંકલેશ્વરમાં 7 અને જંબુસરમાં કોરોના વાઇરસનો એક પોઝિટિવ કેસ નોધાયો છે. શનિવારે એક દર્દીનો ડેથ ઓડીટ રિપોર્ટ આવતા તંત્રએ તોમનુુ મોત થયું હોવાનું જણાવ્યું છે.

આ તરફ 24 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં શનિવારે નવા નોંધાયેલા પોઝિટિવ કેસની સાથે જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 961 થઈ છે. જે પૈકી 21 દર્દીના મોત થયા છે, તો અત્યાર સુધી 690 દર્દી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. હવે કોરોનાના 250 દર્દી સારવાર હેઠળ છે.

ABOUT THE AUTHOR

...view details