ભરૂચ: જીલ્લામાં કોરોના વાયરસના આજે શુક્રવારે વધુ 14 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. ત્યારે જીલ્લામાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 128 પર પહોંચી ગઈ છે. આજે જિલ્લામાં એક પણ મૃત્યુ નોંધાયું નથી.
ભરૂચ જીલ્લામાં કોરોનાના નવા 14 પોઝિટિવ કેસ નોંધાયા, કુલ કેસ 128 - ભરૂચમાં કોરોનાના કેસની સંખ્યા
રાજ્યમાં કોરોનાનું સંક્રમણ દિવસે દિવસે વધતુ જાય છે. ત્યારે ભરૂચ જીલ્લામાં કોરોના વાયરસના આજે વધુ 14 પોઝિટિવ કેસ નોંધાયા છે. જીલ્લામાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 128 પર પહોંચી ગઈ છે.
ભરૂચ જીલ્લામાં કોરોના વાયરસનો કહેર વધતો જાય છે અને જીલ્લામાં પોઝિટિવ કેસમાં ચાર ગણો વધારો થયેલો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે વધુ 14 પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. જેમાં જંબુસરમાં 8 કેસ, ભરૂચ શહેરમાં 4 કેસ તો, વાગરા અને ઝઘડિયામાં કોરોના વાયરસના 1-1 પોઝિટિવ કેસ નોંધાયો છે. કોરોના પોઝિટિવ દર્દીઓને સારવાર અર્થે સ્પેશ્યલ કોવીડ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ સાથે જ ભરૂચ જીલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 128 પર પહોંચી છે. જે પૈકી 6 દર્દીના મોત નીપજ્યા છે. ત્યારે, 48 દર્દીઓ સાજા થતા તેઓને રજા આપવામાં આવી છે. જીલ્લામાં કોરોના વાયરસના પોઝિટિવ 74 દર્દીઓ સારવાર હેઠળ છે.