વાલિયા તાલુકા ભાજપના પ્રમુખને મહિલાઓ દ્વારા માર મારવાના મામલામાં ભાજપના સાંસદ મનસુખ વસાવા વિફર્યા હતા. તેમણે માર મારનાર લોકોને નાલાયક કહી દીધા હતા. ભાજપના પ્રમુખ સેવંતુ વસાવાને મહિલાઓ દ્વારા માર મારવામાં આવતા આ અંગે સામસામી પોલીસ ફરિયાદ નોધાઇ હતી. વાલિયા નજીક યોજાયેલ એક કાર્યક્રમમાં સંબોધન કરતી વખતે મનસુખ વસાવાએ પિત્તો ગુમાવ્યો હતો. તેમણે કહી દીધું હતું કે, હવે પછી ભાજપના કાર્યકરોને હેરાન કર્યા છે તો છોડીશું નહિ
ભરૂચમાં ભાજપના સાંસદ મનસુખ વસાવા વિફર્યા - ભાજપના પ્રમુખ સેવંતુ વસાવા
ભરૂચ : વાલિયા તાલુકા ભાજપના પ્રમુખને મહિલાઓ દ્વારા માર મારવામાં આવતા ભાજપના સાંસદ મનસુખ વસાવા વિફર્યા હતા. તેમણે ઝઘડિયાના બી.ટી.પી.ના ધારાસભ્ય છોટુ વસાવાને લોક દરબારમાં હિસાબ આપવા ચેલેન્જ કરી હતી.
ભરૂચમાં ભાજપના સાંસદ મનસુખ વસાવા વિફર્યા
મનસુખ વસાવાએ ઝઘડિયાના બીટીપીનાં ધારાસભ્ય છોટુ વસાવા પર પણ આકરા પ્રહારો કર્યા હતા તેઓએ જણાવ્યું હતું કે, છોટુ વસાવા રીઝર્વ સીટ પરથી ચુંટાઇ આદિવાસીઓના કામ કરતા નથી. તેઓએ છોટુ વસાવાને લોકદરબારમાં હિસાબ આપવા ચેલેન્જ કરી દીધી હતી.