ભરૂચ : જિલ્લામાં કોરોના વાયરસના વધી રહેલા કેસ સામે દર્દીઓ સાજા પણ ઝડપથી થઇ રહ્યા છે. વાલિયા રૂપનગર એસ.આર.પી.કેમ્પના જવાન પ્રિયવદન વસાવા અમદાવાદ ખાતે ફરજ બજાવી પરત આવતા તેમને કોરોનાનું સંક્રમણ લાગ્યું હતું. જેઓને સારવાર અર્થે અંકલેશ્વરની સ્પેશ્યિલ કોવીડ જયાબહેન મોદી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી. ત્યારબાદ હોસ્પિટલ સ્ટાફે તેઓને તાળીઓના અભિવાદન સાથે ઘરે રવાના કર્યા હતા.
ભરૂચમાં કોરોના સામે એસ.આર.પી.ના એક જવાને જંગ જીતી - In Bharuch, a SRP jawan won the battle against Korona
ભરૂચમાં કોરોના સામે SRP ના એક જવાને જંગ જીતી છે. રૂપનગર કેમ્પના એસ.આર.પી.જવાન સાજા થતા અંકલેશ્વરની સ્પેશ્યિલ કોવિડ જયાબહેન મોદી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
ભરૂચ
ભરૂચ જિલ્લામાં SRP કુલ 3 જવાનોને કોરોના પોઝિટિવ આવ્યો હતો. જે પૈકી એક જવાન સાજો થઇ જતા હવે 2 જવાન સારવાર હેઠળ છે. તો કોરોના સંક્રમિત 8 લોકો હજુ પણ સારવાર હેઠળ છે.