- ભરૂચમાં 6 વર્ષીય બાળકી રમતા રમતા ખુલ્લા બોરવેલમાં પડી જતા મોત
- રમતા રમતા બોરવેલમાં પડી જતા મોત નીપજયું
- પરિવારજનોનું આક્રંદ
ભરૂચઃ ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી રંગ હાઈટ્સ સોસાયટીના બોરવેલમાંથી એક બાળકી બોરવેલમાં પડી ગઈ હતી. બાળકી રમતા રમતા ખુલ્લા બોરવેલમાં પડ્યા બાદ બોરવેલની અંદર જ બાળકીનુ મોત થયું છે.
ખુલ્લો બોરવેલ બન્યો બાળકીના મોતનું કારણ
ભરૂચના ઝાડેશ્વર રોડ પર આવેલી નારાયણ વિદ્યાવિહાર સ્કૂલ નજીક આવેલા રંગ હાઇટ્સ ફ્લેટમાં રહેતી 6 વર્ષીય બાળકી અનુક્ષી સોમવારે બપોરના સમયે ગુમ થઈ હતી. જેથી તેના પરિવારજનોએ અને સોસાયટીના સભ્યોએ શોધખોળ શરૂ કરી હતી. જો કે બાળકીનો કોઈ પત્તો લાગ્યો ન હતો. બાદમાં રાત્રિના સમયે બાળકી સોસાયટીના ખુલ્લા બોરવેલમાંથી મળી આવી હતી. સ્થાનિકોએ બાળકીને બહાર કાઢી સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડી હતી. જો કે હાજર તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. જેના પગલે બાળકીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સિવિલ પરિષરમાં પરિવારજનોના આક્રંદથી ગમગીની ફેલાઈ હતી.
ભરૂચમાં 6 વર્ષીય બાળકી રમતા રમતા ખુલ્લા બોરવેલમાં પડી જતા મોત બાળકી સોમવારે બપોરના સમયે રમતા રમતા બોરવેલમાં પડી ગઈ હતી. જે બાદ તેનું મોત થયું હતું. બાળકીના મોતને કારણે પરિવારમાં શોકનો માહોલ ફેલાયો છે. તેમજ પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.