કેન્દ્ર સરકાર દ્વારા સ્વરછ ભારત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ભરૂચ સેન્ટ્રલ ઇન્ડસ્ટીયલ સિક્યુરીટી ફોર્સ દ્વારા સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. જેથી CISFના 50 જેટલા જવાનો દ્વારા શનિવારે ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે આવેલી નર્મદા નદીના કિનારે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
ભરૂચમાં નર્મદા નદી કિનારે CISFના 50 જવાનોએ હાથ ધર્યું સફાઈ અભિયાન - સ્વરછ ભારત અભિયાન
ભરૂચ: શહેરમાં નર્મદા નદીના કિનારે CISFના 50 જેટલા જવાનોએ સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. જેમાં જવાનોએ કચરાની સાફ-સફાઈ કરી હતી.
ભરૂચમાં નર્મદા નદી કિનારે CISFના 50 જવાનોએ સફાઈ અભિયાન હાથ ધર્યું
જવાનોએ નદી કિનારે કચરાની સાફ સફાઈ કરી હતી. ઉપરાંત નદીને સ્વચ્છ રાખવા માટે સહભાગી બનવા લોકોને વિનંતી કરી હતી. સફાઈ અભિયાનમાં CISF આસીસ્ટન્ટ કમાન્ડર સંજયસિંગ, આર.બી.સિંગ અને એમ.એસ.બીસ્ટ પણ જોડાયા હતા.