ભરૂચઃ જિલ્લામાં કોરોના વાઇરસથી સંક્રમિત વધુ 5 દર્દીઓ સ્વસ્થ થયા છે. અંકલેશ્વરની સ્પેશિયલ કોવિડ જયાબહેન મોદી હોસ્પિટલમાંથી સ્ટાફે તાળીઓના અભિવાદન સાથે પાંચેય દર્દીઓને ઘરે રવાના કર્યા હતા.
જિલ્લામાં 10 દિવસ બાદ કોરોના વાયરસનો શુક્રવારે એક પોઝિટિવ કેસ સામે આવ્યો હતો. અંકલેશ્વરની સ્પેશિયલ કોવિડ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહેલા પાંચ દર્દીઓ સ્વસ્થ થતા શુક્રવારે તેઓને રજા આપવામાં આવી છે. હોસ્પિટલના સ્ટાફે તાળીઓના અભિવાદન સાથે આ પાંચેય દર્દીને ઘરે રવાના કર્યા હતા.
સ્વસ્થ થયેલા દર્દીઓના નામ આ પ્રમાણે છે.
1 ઇરાન ચૌધરી- હેપ્પીનગર, અંકલેશ્વર