ભરૂચઃ ભરૂચમાં દિવસેને દિવસે કોરોનાના કેસમાં વધારો થતો જઈ રહ્યો છે. તેવામાં ભરૂચ જિલ્લામાં આજે શુક્રવારે કોરોનાના 23 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 2351 પર પહોંચી છે. જ્યારે 20 દર્દીઓ રિકવર થતા તેમને રજા આપી દેવામાં આવી છે.
ભરૂચમાં કોરોનાના 23 પોઝિટિવ કેસ નોંધાયા, કુલ કેસ 2351 - ભરૂચ કોરોના
ભરૂચમાં દિવસેને દિવસે કોરોનાના કેસમાં વધારો થતો જઈ રહ્યો છે. તેવામાં ભરૂચ જિલ્લામાં આજે કોરોનાના 23 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 2351 પર પહોંચી છે.

ભરૂચમાં કોરોનાના 23 પોઝિટિવ કેસ નોંધાયા, કુલ કેસ 2351
ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી 2351 દર્દીઓ કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે, જે પૈકી 2096 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધી કોરોનાથી મોતની વાત કરવામાં આવે તો ભરૂચમાં 29 મોત કોરોનાને કારણે થયા છે. જિલ્લામાં 89 ટકા દર્દીઓએ કોરોના વાઇરસને માત આપી છે.