ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચમાં શ્વાનનો આતંક, 14 દિવસમાં કરડવાના 162 બનાવ નોંધાયા - In Bharuch, 162 incidents of dog bites in 14 days

ભરૂચ: શ્વાનના આતંકે સ્થાનિકોનું જીવવાનું હરામ કરી દીધું છે. સેવાશ્રમ રોડ સ્થિત સિંધવાઇ સોસાયટીમાં એક જ દિવસમાં 6 લોકો શ્વાનનો શિકાર બનતા લોકોનું ઘરની બહાર નિકળવું મુશ્કેલ બન્યું હતું. બેકાબુ બનેલા શ્વાનને પાલિકા એજન્સી દ્વારા કાબુમાં કરવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે. 14 દિવસમાં શ્વાન કરડવાના 162 બનાવ દાવાઓને પોકળ સાબિત કરે છે.

ભરૂચમાં 14 દિવસમાં શ્વાન કરડવાના 162 બનાવ નોધાયા

By

Published : Nov 25, 2019, 7:57 PM IST

ભરૂચમાં શ્વાનનો આતંક વધ્યો છે. કેટલાક વિસ્તારોમાં લોકોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. ભરૂચમાં ખસ્સીકરણ યોજના અને શ્વાનને બચ્ચાઓ સાથે ખસેડવાની કોઈ વ્યવસ્થા ન હોવાથી સમસ્યા દિવસે અને દિવસે વિકટ બનતી જાય છે. ભરૂચમાં સરેરાશ રોજના 10 થી 12 લોકો શ્વાનનો શિકાર બને છે.

ભરૂચમાં 14 દિવસમાં શ્વાન કરડવાના 162 બનાવ નોધાયા

ભરૂચ પાલિકાએ રખડતા પશુઓ માટે એજન્સીની નિમણુંક કરી છે. પરંતુ ચિંતાજનક સ્તરે પહોંચતા શ્વાનના કરડવાના બનાવ એજન્સીની કામગીરી સામે પ્રશ્નાર્થ ઉભા કરી રહી છે.ભરૂચમાં 14 દિવસમાં શ્વાન કરડવાનાં 162 બનાવો નોધાયા છે. સરેરાશ રોજના10 થી વધુ લોકોને કરડતા શ્વાનની વધતી સંખ્યા હવે ચિંતાનો વિષય બન્યો છે.

ABOUT THE AUTHOR

...view details