ગુજરાત

gujarat

ETV Bharat / state

અંકલેશ્વરમાં નકલી ડોક્ટર બનીને સારવાર કરનારો આરોપી ઝડપાયો - ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગૃપની ટીમ

એક તરફ કોરોના મહામારીના કારણે દર્દીઓની સેવા કરવા માટે ડોક્ટર્સની અછત સર્જાઈ રહી છે તો બીજી તરફ આ સ્થિતિનો લાભ લઈ કેટલાક આરોપીઓ નકલી ડોક્ટર બનીને સારવાર કરી રહ્યા છે. આ સાથે જ લોકોના આરોગ્ય સાથે પણ ચેડા કરી રહ્યા છે. આ જ રીતે ભરૂચના અંકલેશ્વરમાંથી પોલીસે નકલી ડોક્ટરને ઝડપી પાડ્યો છે. આ ડોક્ટર ડિગ્રી વગર લોકોની સારવાર કરતો હતો.

અંકલેશ્વરમાં નકલી ડોક્ટર બનીને સારવાર કરનારો આરોપી ઝડપાયો
અંકલેશ્વરમાં નકલી ડોક્ટર બનીને સારવાર કરનારો આરોપી ઝડપાયો

By

Published : May 27, 2021, 3:32 PM IST

  • અંકલેશ્વરમાં ડિગ્રી વગર લોકોની સારવાર કરતો ડોક્ટર ઝડપાયો
  • લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા ડોક્ટરની પોલીસે કરી ધરપકડ
  • પોલીસે નકલી ડોક્ટર પાસેથી 24,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો

ભરૂચઃ જિલ્લાના અંકલેશ્વરમાં એક શખ્સ નકલી ડોક્ટર બનીને લોકોની સારવાર કરી રહ્યો હતો. જોકે, ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગૃપની ટીમે આ નકલી ડોક્ટરની ધરપકડ કરી છે. પોલીસે નકલી ડોક્ટર પાસેથી 24,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ આરોપી ડિગ્રી વગર લોકોની સારવાર કરી રહ્યો હતો.

આ પણ વાંચો-રાત્રિ કરફ્યૂનો લાભ ઉઠાવી નકલી પોલીસ બનીને લોકો પાસેથી પૈસા પડાવતો રામોલનો TRB જવાન ઝડપાયો

ભરૂચ સ્પેશિયલ ગૃપની ટીમની કાર્યવાહી

પોલીસે આરોપી પાસેથી દવા અને ઈન્જેક્શન સહિત 24,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગૃપની ટીમે અંકલેશ્વરમાંથી આ નકલી ડોક્ટરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી કોઈ પણ ડિગ્રી વગર લોકોની સારવાર કરતો હોવાનું બહાર આવ્યું છે.

આ પણ વાંચો-અમદાવાદમાં કોવિડના દર્દીને ઘરે સારવાર આપવાના નામે લાખો રૂપિયા પડાવતી નકલી ડૉક્ટરની ટોળકી ઝડપાઈ

એક તરફ ડોક્ટરની અછત છે ને બીજી તરફ આરોપીઓ નકલી ડોક્ટર બની રહ્યા છે

હાલ કોરોના મહામારી ચાલી રહી છે અને લોકોએ આરોગ્યપ્રદ સુવિધા મેળવવા દોડધામ કરવી પડી રહી છે. આવા સમયમાં પણ કેટલાક લોકો કમાય લેવાની લહાયમાં લોકોની જિંદગી જોખમમાં મૂકે છે. ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગૃપની ટીમને બાતમી મળી હતી કે, અંકલેશ્વરમાં નકલી ડોક્ટર લોકોની સારવાર કરી દવા આપી રહ્યો છે, જેના આધારે પોલીસે યોગેશ્વર નગરમાં દરોડા પાડી આરોપી દીપ બાલાની ધરપકડ કરી હતી. તે ભાડાની દુકાનમાં દવાખાનું ચલાવતો હોવાનું બહાર આવ્યું હતું.

પોલીસે એલોપેથી દવા સહિત 24,000નો મુદ્દામાલ કબજે કર્યો

આરોપી પાસે મેડીકલની કોઈ ડિગ્રી ન હોવા છતા તે લોકોને દવા આપી તેઓની જિંદગી જોખમમાં મૂકતો હતો. પોલીસે આરોપી પાસેથી એલોપેથી દવા અને ઇનજેકશન મળી રૂપિયા 24,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details