ગુજરાત

gujarat

ETV Bharat / state

અંકલેશ્વરમાં વોર્ડ 7માં મતદાર યાદીમાંથી 1 નહીં 2 નહીં 200 લોકોના નામ જ ગાયબ... - List of Voters

ભરૂચમાં આવેલા અંકલેશ્વરમાં વોર્ડ નંબર 7માં 200 વ્યક્તિઓના નામ મતદાર યાદીમાંથી જ ગાયબ છે. આ તમામ લોકોએ નામ ગાયબ થતા હોબાળો મચાવ્યો છે. મતદાર યાદી સુધારણા કાર્યક્રમની જાણ થતા લોકોમાં રોષ જોવા મળ્યો છે. હાલમાં સરકાર દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. આ સમગ્ર મામલે નામ કમીની ઘટના સામે આવી છે. આ તો સારું થયું કે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાયો નહીં તો વર્ષો સુધી આ સમગ્રમ મામલાની જાણ જ ન થઈ હોત.

અંકલેશ્વરમાં વોર્ડ 7માં મતદાર યાદીમાંથી 1 નહીં 2 નહીં 200 લોકોના નામ જ ગાયબ...
અંકલેશ્વરમાં વોર્ડ 7માં મતદાર યાદીમાંથી 1 નહીં 2 નહીં 200 લોકોના નામ જ ગાયબ...

By

Published : Dec 14, 2020, 1:42 PM IST

  • અંકલેશ્વર વોર્ડ નં- 7માં 200 વ્યક્તિના નામ મતદાર યાદીમાંથી ગાયબ
  • મતદાન યાદી સુધારણા કાર્યક્રમ જાણ થતા લોકોમાં જોવા મળ્યો રોષ
  • મતદાન યાદી સુધારણા કાર્યક્રમ ન યોજાયો હોત તો હકીકત સામે ન આવત
    અંકલેશ્વરમાં વોર્ડ 7માં મતદાર યાદીમાંથી 1 નહીં 2 નહીં 200 લોકોના નામ જ ગાયબ...

ભરૂચઃ અંકલેશ્વર નગર પાલિકાના વોર્ડ નંબર-7માં આવતા બે વિસ્તારના 200થી વધુ મતદારોના નામ મતદાર યાદીમાંથી કમી કરાતા સ્થાનિકોમાં રોષ વ્યાપી ગયો હતો. અંકલેશ્વરમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત આ જાણ થતા લોકોએ હોબાળો મચાવ્યો હતો. છેલ્લા ચાર રવિવારથી વિવિધ વિસ્તારમાં મતદાર યાદી સુધારણા અંગેના કેમ્પ યોજવામાં આવ્યા હતા, જેમાં નામ ઉંમેરવા, નામ કમી કરવા, નામમાં ફેરફાર સહિતના કાર્યો હાથ ધરવામાં આવ્યા હતા.

અંકલેશ્વરમાં વોર્ડ 7માં મતદાર યાદીમાંથી 1 નહીં 2 નહીં 200 લોકોના નામ જ ગાયબ...

મતદાર યાદી સુધારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી

અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર-7માં આવતા વાઘેલાવાડ અને રામ કુંડ રોડ વિસ્તારમાં 200થી વધુ મતદારોના નામ મતદાન યાદીમાંથી નીકળી જતાં સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો હતો અને રાજકીય ષડયંત્ર થકી મતદાન યાદીમાંથી નામ હટાવ્યા હોવાની બૂમો ઊઠી છે અને હાલ ચાલતી મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં સુધારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. આ ઉપરાંત નવા મતદારોએ ભરેલ ફોર્મ તંત્ર દ્વારા ન સ્વીકારતા આક્રોશ ઠાલવ્યો હતો. આગામી સમયમાં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે મતદાર યાદીમાંથી નામ કમી થઇ જતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details