ભરૂચ: અંકલેશ્વરની સ્પેશિયલ કોવીડ-19 જયાબહેન મોદી હોસ્પિટલમાંથી વધુ એક દર્દીએ કોરોના વાઇરસને માત આપતા તેને રજા આપવામાં આવી હતી. હવે ભરૂચ જીલ્લામાં કોરોના વાઇરસના 3 એક્ટીવ કેસ રહ્યા છે.
અંકલેશ્વરની સ્પેશિયલ કોવીડ જયાબહેન મોદી હોસ્પિટલમાંથી વધુ એક દર્દીને રજા અપાઈ - ભરૂચમાં કોરોના વાઇરસના દર્દીના દર્દીની સંખ્યા
અંકલેશ્વરની સ્પેશિયલ કોવીડ-19 જયાબહેન મોદી હોસ્પિટલમાંથી વધુ એક દર્દીએ કોરોના વાઇરસને માત આપતા તેને રજા આપવામાં આવી હતી. હવે ભરૂચ જીલ્લામાં કોરોના વાઇરસના 3 એક્ટીવ કેસ રહ્યા છે.
શહેર અને જીલ્લામાં કોરોના વાઇરસનું સંક્રમણ અંશત: ઘટ્યું છે. બીજી તરફ દર્દીઓનો રિકવરી રેટ પણ ઉંચો જોવા મળી રહ્યો છે. અંકલેશ્વરની સ્પેશ્યલ કોવીડ-19 જયાબહેન મોદી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ જંબુસરના વડ ગામના સાકીર શબ્બીર પરમારે કોરોના વાઇરસને માત આપતા તેને રજા આપવામાં આવી હતી.
સાકીર પરમાર સુરતથી તેના ગામ ગયો હતો દરમ્યાન તે કોરોનાથી સંક્રમિત થયો હતો. હોસ્પિટલ સ્ટાફે તાળીઓના અભિવાદન સાથે તેને ઘરે રવાના કર્યો હતો.ભરૂચ જીલ્લામાં કોરોના વાઇરસના હવે ૩ એક્ટીવ કેસ રહ્યા છે. જે તમામ એસ.આર.પી.ના જવાન છે.ભરૂચ જીલ્લામાં કોરોના વાઇરસના 32 પોઝેટીવ કેસ નોધાયા હતા. જે માંથી 3 દર્દીના મોત નીપજ્યા હતા. જ્યારે 26 લોકોએ કોરોનાને માત આપી હતી.