- કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલનું નિધન
- અહેમદ પટેલે પોતાના વતનમાં વિકાસના કર્યા અનેક કામ
- દહેજ ઔદ્યોગિક વસાહતના વિકાસની શરૂઆત અહેમદ પટેલે કરી
ભરૂચઃ કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલનું બુધવારના રોજ કોરોના સંક્રમણના કારણે નિધન થયું છે, ત્યારે તેઓએ તેમના વતન ભરૂચમાં અનેક વિકાસના કામ કર્યા છે. જિલ્લાના વિકાસ માટે અહેમદ પટેલ દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે.
દરેક વ્યક્તિની કરતા હતા હંમેશા મદદ
જિલ્લામાં દહેજ ઔદ્યોગિક વસાહતના વિકાસની શરૂઆત અહેમદ પટેલને આભારી છે. સૌથી પહેલા આઈ.પી.સી.એલ દહેજ ખાતે લાવવામાં તેઓનો સિંહ ફાળો છે. અહેમદ પટેલ જિલ્લાના નાનામાં નાના વ્યક્તિના કામ માટે હંમેશા તત્પર રહેતા। હતા. પક્ષા- પક્ષીથી પર થઇ તેઓ દરેક વ્યક્તિની મદદ કરતા હતા.
ભરૂચ જિલ્લામાં તેઓએ કરેલા કાર્યો પર એક નજર
- દહેજ GIDCમાં IPCL કંપની કે, જે અગાઉ વડોદરા હતી તેને દહેજ ખાતે સ્થાપિત કરી
- અંકલેશ્વર GIDC માં મોટા ઉદ્યોગો લાવવામાં સિંહ ફાળો
- વાલિયા ખાતે રોજગારી વધે તે માટે પેટ્રોફિલ્સ જેવી મોટી કંપનીને સ્થાપવામાં સિંહ ફાળો
- ભરૂચ જિલ્લાના કામદારોને પડતી મુશ્કેલીઓને દુર કરવા PF ઓફિસની ભરૂચમાં સ્થાપના
- અંકલેશ્વરમાં ESIC હોસ્પિટલની સ્થાપના
- FDDI સંસ્થાની અંકલેશ્વરમાં સ્થાપના
- નર્મદા નદી ઉપર કેબલ બ્રિજ બનાવવામાં સિંહ ફાળો
- કબીરવાડના વિકાસ માટે રૂપિયા 50 કરોડનું યોગદાન
- ગરીબ વ્યક્તિઓની સારવાર માટે અંકલેશ્વર ખાતે સરદાર પટેલ તેમજ ભરૂચ ખાતે સેવાશ્રમ હોસ્પિટલનું નવીનીકરણ
- અંતરિયાળ અનેક વિસ્તારોમાં માર્ગોનું નવીનીકરણ
- ભરૂચ અંકલેશ્વર રેલવે સ્ટેશન પર અનેક ટ્રેનને સ્ટોપેજની ફાળવણી
પેસેન્જર ટ્રેન શરૂ કરાવવા માટે યોગદાન - દહેજ અને ભરૂચ વચ્ચે ઉદ્યોગોના માલના વહન માટે ગુડ્સ ટ્રેન તેમજ પ્રવાસીઓ માટે પેસેન્જર ટ્રેન શરૂ કરાવવા માટે યોગદાન
અંકલેશ્વર રેલવે સ્ટેશન પર અનેક ટ્રેનને સ્ટોપેજની ફાળવણી - નર્મદા જિલ્લાનું અંતરિયાળ વાંદરી ગામ દત્તક લઈ ગામની કાયાપલટ કરી
- માતા તેમજ પિતાના નામથી HMP ફાઉન્ડેશનની સ્થાપના કરી શિક્ષણ તેમજ આરોગ્ય ક્ષેત્રે અમુલ્ય યોગદાન
ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર અહેમદ પટેલ જિલ્લાના વિકાસ માટે હંમેશા રહેતા તત્પર