ગુજરાત

gujarat

ETV Bharat / state

અંકલેશ્વરમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા ગુરુવારથી મીની લોકડાઉનનો અમલ શરૂ - State Government

કોરોના મહામારીને ચેઈન તોડવા માટે રાજ્ય સરકાર નિયમોને કડક બનાવી રહી છે. રાજ્યના ઔદ્યોગિક શહેર અંકલેશ્વરમાં પણ રાત્રી લોકડાઉન અને દિવસ દરમિયાન કેટલાક પ્રતિબંધ લાદવામાં આવ્યા છે.

lockdown
અંકલેશ્વરમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા ગુરુવારથી મીની લોકડાઉનનો અમલ શરૂ

By

Published : May 7, 2021, 9:08 AM IST

  • અંકલેશ્વરમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા ગુરુવારથી મીની લોકડાઉનનો અમલ શરૂ
  • શહેર ઉપરાંત જીઆઇડીસી અને આઅસપાસના ગામોમાં લોકડાઉન
  • રાત્રી કરફ્યુ પણ અમલમાં રહેશે

ભરુચ :કોરોના સંક્રમણને અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા રાત્રી કર્ફ્યુ અને મીની લોકડાઉનની સમય અવધિ વધારવામાં આવી છે. રાજ્ય સરકારે બહાર પાડેલા 36 શહેરોમાં અંકલેશ્વરનો પણ સમાવેશ કરાયો છે, એટલે 6 મે ગુરુવારથી લોકડાઉનની અમલવારી શરૂ થઈ ગઈ છે.

અંકલેશ્વરમાં પણ રાત્રી કરફ્યુ અને નિયંત્રણો

રાજ્ય સરકાર દ્વારા કોરોનાની મહામારી ડામવા માટે રાજ્યના અનેક શહેરોમાં રાત્રી કર્ફ્યુમાં મૂકવામાં આવ્યા છે આ ઉપરાંત કેટલાક શહેરોમાં નિયંત્રણો પણ મુકવામાં આવ્યા છે. અગાઉ ભરૂચ શહેરમાં મીની લોકડાઉન હતું જ અને તારીખ 12 મે સુધી લંબાવવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા નવા જાહેર કરાયેલા જાહેરનામામાં અંકલેશ્વરનો પણ સમાવેશ કરી દેવામાં આવ્યો છે. અંકલેશ્વર ખાતે પણ તારીખ 12 મે સુધી મિનિ લોકડાઉન તેમજ રાત્રી કર્ફ્યુ લાગુ પડશે. અંકલેશ્વર શહેર તેમજ નોટિફાઇડ વિસ્તારોની દુકાનો બંધ રાખવાની રહેશે અંકલેશ્વરમાં માત્ર જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓની દુકાનો જ ખુલ્લી રહી શકશે. ગુરુવારથી આ મિનિ લોકડાઉનનો કડક અમલ શરૂ થયો છે.

અંકલેશ્વરમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા ગુરુવારથી મીની લોકડાઉનનો અમલ શરૂ

આ પણ વાંચો : ભરૂચ જિલ્લામાં એક જ દિવસમાં 13 પોઝિટિવ કેસ નોંધાયા


નજીકમાં આવેલા 6 ગામોમાં પણ લોકડાઉન

અંકલેશ્વરની સાથે સાથે અડીને આવેલ ગામડાઓ ભડકોદરા, કાપોદ્રા, કોસમડી. ગડખોલ તથા અંદાડા ને પણ સમાવી લેવામાં આવ્યા છે. આ તમામ વિસ્તારમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સિવાય તમામ દુકાનો બંધ રાખવાની રહેશે અને આજથી તેની અમલવારી શરૂ કરી દેવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details