ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચ નજીક કન્ટેનરમાંથી ૭૧ લાખના પાન મસાલા સહિતનો જથ્થો ઝડપાયો - bharuch news

મુલદ ટોલ પ્લાઝા નજીકથી કન્ટેનરમાં ગેરકાયદેસર રોતે લઇ જવાતો પાનમસાલા અને તમાકુનો રૂપિયા ૭૧ લાખનો જથ્થો ભરૂચ એસ.ઓ.જી.ની.ટીમે ઝડપી પાડ્યો હતો. જેમાં પોલીસને શંકા ન જાય તે માટે ઇન્ડિયન આર્મીનો સામાન હોવાનું ખોટું બીલ બનાવી પાન મસાલા અને તમાકુના જથ્થાની હેરાફેરી કરાતી હોવાનું બહાર આવ્યુ છે.

કન્ટેનરમાંથી ૭૧ લાખના પાન મસાલા સહિતનો જથ્થો ઝડપાયો
કન્ટેનરમાંથી ૭૧ લાખના પાન મસાલા સહિતનો જથ્થો ઝડપાયો

By

Published : Feb 28, 2020, 3:03 PM IST

ભરૂચ : સ્પેશયલ ઓપરેશન ગ્રુપની ટીમના સભ્યોને બાતમી મળી હતી કે રાષ્ટ્રીય ધોરી માર્ગ પરથી પાન મસાલા અને તમાકુના જથ્થાની ગેરકાયદેસર રીતે હેરાફેરી થનાર છે. જેના આધારે પોલીસ દ્વારા મુલદ ટોલ પ્લાઝા નજીક વોચ ગોઠવવામાં આવી હતી. તે દરમિયાન વડોદરા તરફથી કન્ટેનર નંબર જીજે ૧૬ એક્ષ ૭૩૩૯ આવતા તેને અટકાવી કન્ટેનર ચાલક સુરેન્દ્ર યાદવની પુછતાછ કરતા તેણે કન્ટેનરમાં આર્મીનો સમાન હોવાનું જણાવ્યું હતું અને આર્મી હાઉસ હોલ્ડ મટીરીયલનું ખોટું બીલ પણ રજુ કર્યું હતું.

કન્ટેનરમાંથી ૭૧ લાખના પાન મસાલા સહિતનો જથ્થો ઝડપાયો

જો કે પોલીસને શંકા જતા કન્ટેનરનું તાળું તોડી અંદર તપાસ કરતા પોલીસની ટીમ પણ ચોકી ઉઠી હતી. જેમાં અંદરથી પોલીસને રૂપિયા ૭૧.૯૯ લાખની કિમતનો વિવિધ બ્રાંડના પાન મસાલા અને તમાકુનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે આ મામલામાં કન્ટેનર ચાલક સુરેન્દ્ર યાદની ધરપડક કરી છે તો પાન મસાલાનો જથ્થો મોકલનાર વડોદરાના નરેશ, બાલુભાઈ અને છગનભાઈ તેમજ ખાંડા ટ્રાન્સપોર્ટ કંપનીના માલિક લકી સિંગ સામે ગુનો દાખલ કર્યો છે. પોલીસને શંકા ન જાય તે માટે આરોપીઓએ આર્મીના સામાનનું ખોટું બીલ બનાવી બીલ વગરના પાન મસાલાની હેરાફેરી કરવાનો કારસો રચ્યો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે કન્ટેનર અને મોબાઈલ મળી કુલ રૂપિયા ૭૭ લાખનો મુદ્દામાલ ઝપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


ABOUT THE AUTHOR

...view details