ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચમાં ગેરકાયદેસર રીતે બાયોડીઝલ બનાવવાનું કૌભાંડ ઝડપાયું - BHARUCH DAILY UPDATES

ઔદ્યોગીક નગરી ભરૂચમાં ગેરકાયદેસર રીતે બાયો ડીઝલ બનાવવાના કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે ભરૂચ GIDCમાં આવેલી આર.કે.સ્ટીલ કંપનીનો પ્લોટ ભાડે રાખી રાખી એકતા એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં દરોડો પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચમાં ગેરકાયદેસર રીતે બાયોડીઝલ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
ભરૂચમાં ગેરકાયદેસર રીતે બાયોડીઝલ બનાવવાનું કૌભાંડ ઝડપાયું

By

Published : Jun 13, 2021, 1:56 PM IST

  • ભરૂચમાં લાઇટ ડીઝલ ઓઇલમાંથી બાયોડીઝલ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
  • રૂપિયા 28 લાખથી વધુનો મુદામાલ કબ્જે કરાયો
  • દરોડા પાડતા ટેન્કરમાં લાઇટ ડીઝલ મળી આવ્યું હતું

ભરૂચ: GIDCમાંથી સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપની ટીમે લાઇટ ડીઝલ ઓઇલમાંથી બાયો ડીઝલ બનાવવાનું કૌભાંડ ઝડપી પાડી રૂપિયા 28 લાખથી વધુના મુદામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ GIDCમાં ચાલતું હતું કૌભાંડ

ઔદ્યોગીક નગરી ભરૂચમાં ગેરકાયદેસર રીતે બાયો ડીઝલ બનાવવાના કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસના સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપને બાતમી મળી હતી કે ભરૂચ GIDCમાં આવેલી આર.કે.સ્ટીલ કંપનીનો પ્લોટ ભાડે રાખી રાખી એકતા એન્ટરપ્રાઇઝ નામની કંપની દ્વારા લાઈટ ડિઝલ ઓઈલ નામનુ પ્રવાહી લાવી તેનું બાયોડિઝલમાં રૂપાંતરણ કરવામાં આવી રહ્યું છે. જેના આધારે પોલીસ અધિકારીઓએ અને કર્મચારીઓએ દરોડા પાડતા ટેન્કરમાં લાઇટ ડીઝલ મળી આવ્યું હતું. કંપનીમાં રહેલા શખ્સોની પૂછપરછ કરવામાં આવી જતી.

આ પણ વાંચો:પંજાબ નેશનલ બેન્ક કૌભાંડનો ભાગેડુ આરોપી મેહુલ ચોક્સી ગુમ

રાજકોટથી લાવતો હતો આ જથ્થો

ડીઝલનો આ જથ્થો રાજકોટથી લાવવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું. કંપનીના શેડમાં તંત્રની કોઈ પણ મજૂરી વગર લાઇટ ડીઝલને બાયોડિઝલમાં રૂપાંતરિત કરવામાં આવતું હોવાનું ધ્યાને આવ્યું હતું અને જવલનશીલ પદાર્થ હોવા છતા સુરક્ષા તેમજ સલામતીના કોઈ પગલાં ભરવામાં આવતા ન હતા.પોલીસે આરોપી વજુ ડાંગર તેમજ એકતા એન્ટરપ્રાઇઝના માલીક મુનાફ મેમણ વિરુધ્ધ ગુનો નોંધી રૂપિયા 13 લાખનું જ્વલનશીલ પ્રવાહી તેમજ ટેન્કર સહિત કુલ રૂપિયા 28.2 લાખનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો:રાજકોટમાં મ્યુકોરમાયકોસિસના ઇન્જેક્શનની કાળાબજારીનું રાજ્યવ્યાપી કૌભાંડ સામે આવ્યું

ABOUT THE AUTHOR

...view details