ભરુચઃ હાંસોટ તાલુકાના ઈલાવ ગામના યુવાનો ગ્રામજનોને કિલર કોરોના વાઇરસના કહેરથી બચાવવા આગળ આવ્યા છે. આ ગામમાં 40 યુવાનોની સેફ્ટી કમિટીની રચના કરવામાં આવી છે તો ગામના મુખ્ય પ્રવેશ દ્વાર પર ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. જ્યાં યુવાનો વાહન ચેકિંગ કરી કામ વગર ગામમાં આવતા લોકોને અટકાવે છે.
લૉકડાઉનનો કડક અમલ કરાવવા ઈલાવ ગામ આવ્યું આગળ કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા દેશમાં ચાલી રહેલા પ્રથમ તબક્કાનું લૉકડાઉન તેના અંતિમ ચરણમાં છે, ત્યારે અંતરિયાળ વિસ્તારના ગામોમાં પણ આ બાબતે જાગૃતતા જોવા મળી રહી છે. ભરૂચ અને સુરત જિલ્લાની સરહદ પર આવેલા હાંસોટ તાલુકાના ઈલાવ ગામના જાગૃત યુવાનો દ્વારા ગ્રામ પંચાયતના સહયોગથી સેફટી સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિમાં ગામના ૪૦ યુવાનોનો સમાવેશ કરાયો છે.
લૉકડાઉનનો કડક અમલ કરાવવા ઈલાવ ગામ આવ્યું આગળ જેમાં ગામના મુખ્ય પ્રવેશ દ્વાર પર બનાવવામાં આવેલી ચેકપોસ્ટ પર આ યુવાનો તબક્કાવાર ફરજ બજાવે છે. ગામમાં પ્રવેશતા તમામ વાહનોને અટકાવી તેની નોધ કરવામાં આવે છે અને જરૂર જણાઈ તો વાહનો પર સેનેટાઈઝરનો છંટકાવ પણ કરવામાં આવે છે. બહાર ગામથી કામ વગર આવતા લોકોને અટકાવી તેમને પરત પણ મોકલવામાં આવે છે.
લૉકડાઉનનો કડક અમલ કરાવવા ઈલાવ ગામ આવ્યું આગળ આ કમિટી દ્વારા જીવન જરૂરિયાતની ચીજવસ્તુ ખરીદવા બે કલાકનો સમય નિયત કરાયો છે. આ સમય દરમિયાન યુવાનો ગામની દુકાનો પર ઉભા રહે છે અને ખરીદી કરવા આવતા લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા માર્ગદર્શન આપે છે.
લૉકડાઉનનો કડક અમલ કરાવવા ઈલાવ ગામ આવ્યું આગળ