ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચમાં આમોદના દંપતીએ કોરોનાને હરાવ્યો, હૉસ્પિટલમાંથી કરાયા ડિસ્ચાર્જ - આમોદના પતિ પત્નીએ કોરોનાને હરાવ્યો

ભરૂચના આમોદના પતિ પત્નીએ કોરોનાને માત આપી છે. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર અર્થે અંકલેશ્વરની સ્પેશિયલ કોવિડ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર બાદ તેઓ સાજા થતા અને કોરોનાનો રિપોર્ટ નેગેટીવ આવતા આજરોજ સોમવારે તેમને રજા આપવામાં આવી હતી.

ભરુચ
ભરુચ

By

Published : Jun 15, 2020, 8:16 PM IST

અંકલેશ્વર: સમગ્ર દેશ સહિત કોરોના વાઇરસે હાહાકાર મચાવ્યો છે. સરકાર દ્વારા અનલોક-1 જાહેર કરાયું છે ત્યારે કોવિડ 19ના કેસ વધી રહ્યા છે.

આ તરફ ગુજરાતમાં પણ કોવિડ-19ના કેસ વધી રહ્યા છે. એત તરફ કેસ વધી રહ્યા છે ચો બીજી તરફ કોરોનાને હરાવી દર્દીઓ સાજા પણ થઇ રહ્યા છે.

ભરૂચના આમોદના પતિ પત્નીએ કોરોનાને માત આપી છે. તેઓનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવતા અંકલેશ્વરની સ્પેશિયલ કોવિડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

ભરૂચમાં કોરોનાના કહેર વચ્ચે દર્દીઓ ઝડપથી સાજા પણ થઇ રહ્યા છે ત્યારે આમોદના વધુ બે દર્દી સાજા થયા છે. આમોદના યુનુસ ઈસ્માઈલ પટેલ અને તેમના પત્ની સફિયા યુનુસ પટેલને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર અર્થે અંકલેશ્વરની સ્પેશિયલ કોવિડ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જ્યાં સારવાર બાદ તેઓ સાજા થતા અને કોરોનાનો રિપોર્ટ નેગેટીવ આવતા આજરોજ રજા આપવામાં આવી હતી. હોસ્પિટલ સ્ટાફે તાળીઓના અભિવાદન સાથે તેઓને ઘરે મોકલ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details