- ગુજરાત પર તૌકતે વાવાઝોડાનો ખતરો
- ભરૂચ જિલ્લામાંથી 2,470 લોકોનું સ્થળાંતર
- ભરૂચ જિલ્લાના 3 તાલુકાના 29 ગામોને સાવચેત રહેવાની સૂચના
ભરૂચ : ગુજરાત પર સંભવિત તૌકતે વાવાઝોડાનો ખતરો મંડરાય રહ્યો છે. હવામાન વિભાગ અનુસાર તૌકેતે વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ત્રાટકશે જેના પગલે રાજ્યમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યુ છે. ભરૂચ જિલ્લામાં પણ લાંબો દરિયાઈ વિસ્તાર આવેલો છે ત્યારે જિલ્લાના 3 તાલુકાના 29 ગામોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં અત્યારસુધીમાં 2470 લોકોનું સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો -ભરૂચમાં તૌકતે વાવાઝોડાને પગલે ભાડભૂત ખાતે 300થી વધુ બોટ લંગારાઇ
હાંસોટમાં 496, વાગરમાં 1341, જબુસરમાં 683 લોકોને સલામત સ્થળે ખસેડાયા
વાવાઝોડાને પગલે હાંસોટમાં 496, વાગરમાં 1341, જબુસરમાં 683 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આ સાથે દહેજ બંદરે 4 નંબરનું સિગ્નલ એલર્ટ આપવામાં આવ્યું છે. કોરોના મહામારી વચ્ચે જિલ્લામાં ઓક્સિજનનું ઉત્પાદન કરતા પ્લાન્ટ ઠપ્પ ન થાય તેના ઉપર વિશેષ ધ્યાન તંત્ર દ્વારા આપવામાં આવી રહ્યું છે.