ભરૂચ: શહેર અને જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ભરૂચ જિલ્લામાં ચોમાસુ જામ્યું છે અને 2 દિવસથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં જિલ્લાના તમામ 9 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, તો સાથે જ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ કાંઈકને કાંઈક ખેડૂતોના પાકને નુકસાન જવાની પણ ભીતિ છે. ગુજરાતમાં સામાન્યથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
ભરૂચ શહેર-જિલ્લામાં વરસાદી માહોલ, વાતાવરણમાં ઠંડક પ્રસરી - ખેડૂતોના પાકને મોટું નુકસાન
ગુજરાતના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદ થયો છે. જેનાથી જનજીવન પ્રભાવિત થયું છે અને ખેડૂતોના પાકને મોટું નુકસાન જવાની ભીતિ છે. સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, અમરેલી સહિતના જિલ્લાઓમાં છેલ્લા 24 કલાકમાં અતિભારે વરસાદ થયો છે.
etv bharat
ભરૂચ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસાદના આંકડા
- આમોદ 1 ઇંચ
- અંકલેશ્વર 2 ઇંચ
- ભરૂચ 1 ઇંચ
- હાંસોટ 1.5 ઇંચ
- જંબુસર 15 મી.મી.
- નેત્રંગ 1 ઇંચ
- વાગરા 1.5 ઇંચ
- વાલિયા 1 ઇંચ
- ઝઘડિયા 19 મી.મી.