ભરૂચ જિલ્લામાં અને શહેરમાં છેલ્લા 1 અઠવાડિયાથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો હતો. ત્યારે આજે સવારથી વરસાદે વધુ જોર પકડવાને કારણે ભરૂચ,અંકલેશ્વરના વિવિધ વિસ્તારો વરસાદી પાણીમાં ગરકાવ થઇ ગયા હતા.અંકલેશ્વરના હાંસોટ પંથકમાં ભારે વરસાદના પગલે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયુ છે.
ભરૂચ અને અંકલેશ્વરમાં ભારે વરસાદને કારણે જન જીવન ઠપ - bharuch and ankleshwar
ભરુચઃ ભરૂચ અને અંકલેશ્વરમાં મેઘરાજાની તોફાની બેટિંગના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા ગયા હતા. આ સાથે જ અંકલેશ્વર GIDCના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. અનરાધાર વરસી રહેલા વરસાદને કારણે ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતીનું નિર્માણ થયુ છે.
ભરૂચ અને અંકલેશ્વરમાં ભારે વરસાદને કારણે જન જીવન ઠપ
અંકલેશ્વર GIDCની જલધારા ચોકડી, કાપોદ્રા પાટીયા તો શહેરમાં આવેલ એશિયાડ નાગર પીરામણ અન્ડર બ્રિજ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત થયુ હતું, તો આ તરફ ભરૂચમાં પણ સાંબેલાધાર વરસાદને કારણે સેવાશ્રમ રોડ, કતોપોર બજાર,પાંચબત્તી સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા.