ભરૂચ : વરસી રહેલા ભારે વરસાદથી કોવિડ સ્મશાનમાં અગ્નિ સંસ્કારની કામગીરીમાં વિલંબ પહોંચી રહ્યો છે. સતત પડી રહેલા વરસાદથી ચિતા સળગાવવી શક્ય નથી. ભરૂચમાં ગઈકાલ રાતથી ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદે જળબંબાકાળની સ્થતિ સર્જી છે. નર્મદા કાંઠે આવેલા કોવિડ સ્મશાનમાં પણ વરસાદના કારણે મુશ્કેલીઓ ઉભી થઇ છે. કોવિડ સ્મશાનમાં શેડમાં બે ચિતા એક સાથે સળગી શકે તેવી વ્યવસ્થા છે.
ભરૂચમાં ભારે વરસાદથી કોવિડ સ્મશાનમાં અગ્નિ સંસ્કારની કામગીરીમાં વિલંબ - Heavy rains
ભરૂચમાં વરસી રહેલા ભારે વરસાદથી કોવિડ સ્મશાનમાં અગ્નિ સંસ્કારની કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે. બે ચિતાની સુવિધાઓ સામે 5 મૃતદેહ અગ્નિસંસ્કાર માટે આવતા મુશ્કેલી વધી છે.
આજે કોરોના સારવાર હેઠળના 5 દર્દીઓ મૃત્યુ પામતા મૃતદેહને કોવિડ સ્મશાનમાં લવવામાં આવે છે. વરસાદના કારણે શેડની બહાર ચિતા સળગાવવી મુશ્કેલ છે. વરસી રહેલા વરસાદને કારણે ચિતાના લાકડા ભીના થઇ જતા અગ્નિસંસ્કારની કામગીરીમાં મુશ્કેલીઓ આવી રહી છે.
તાજેતરમાં કોવિડ સ્મશાન સંચાલકે અસુવિધાઓના પગલે કામગીરી છોડવાની તૈયારી બતાવી હતી. જે બાદ મૃતદેહની અંતિમક્રિયાની કામગીરી અટવાઈ પડતા મૃતકના સ્વજનોની વિનંતીના આધારે ફરી કામ શરુ કરાયું હતું ,અને ૨ દિવસમાં ફરી સમસ્યા ઉભી થઇ છે. ત્યારે દાતાઓના દાનના આધારે સ્મશાનમાં શેડ બનાવવાની કામગીરી ટૂંક સમયમાં શરુ થયા બાદ આ સમસ્યાનું નિરાકરણ આવશે.