ભરૂચમાં ભારે વરસાદથી અનેક ગામો બોટમાં ફેરવાયા, 3 હજાર લોકોનું સ્થળાંતર કરાયું - rainfall in bhruch
ભરૂચઃ જિલ્લામાં ભારે વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાયા છે. જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નીચાણ વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે 3 હજાર લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડાવામાં આવ્યા છે. તેમજ નર્મદા ડેમની સપાટીમાં વધારો નોંધાતા નદી કાંઠે આવેલા વિસ્તારોને એલર્ટ જાહેર કરાયાં છે. સાથે જ બચાવ અને રાહત કામગીરી માટે ટીમો તૈનાત કરવામાં આવી છે.
છેલ્લા બે દિવસથી વરસી રહેલાં વરસાદના કારણે ભરૂચ પાણીમાં ગરકાવ થયું છે. નમર્દાની જળ સપાટી 38 પહોંચી છે. જેથી નર્મદા નદીના કાંઠે આવેલા અનેક ગામડાઓ બેટમાં ફેરવાયા છે. અંકલેશ્વરના જુના બોરભાઠા બેટ, ખાલાપિયા, સરફૂદ્દીન, જૂના દીવા ઝઘડિયાના જૂના જરસાડ, પોરા, તરસાલી અને ભરૂચના શુકલતીર્થ સહિતના ગામોમાં નદીના પાણી ફરી વળ્યાં છે. જેથી ગ્રામ્ય વિસ્તારના લોકોની સ્થિતિ કફોળી બની હતી. આ પરિસ્થિતી દરમિયાન સ્થાનિક તંત્રએ ખડેપગે રહીને 3000 લોકોનું સ્થળાંતર કરાવ્યું હતું. હાલ, બચાવ કામગીરીની પ્રક્રિયા યથાવત છે.