દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મુકિને વરસી રહ્યા છે ત્યારે ભરૂચ અને સુરત જિલ્લાની સરહદે આવેલા હાંસોટ પંથકમાં આજે જાણે આભ ફાટ્યું હતું. હાંસોટ પંથકમાં સાડા પાંચ ઇંચ વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. હાંસોટ તાલુકાના ઈલાવ,સાહોલ,આસરમા અને ઊભા સહીત અનેક ગામો બેટમાં ફેરવાયા હતા.ગામના પાદર પર વરસાદી પાણી ફરી વળ્યા હતા જેના કારણે જન જીવનને વ્યાપક અસર પહોચી હતી.
ભરૂચના હાંસોટ પંથકમાં ધોધમાર વરસાદ - અતિવૃસ્ટી
ભરૂચઃ જિલ્લાના હાંસોટ પંથકમાં જાણે આભ ફાટ્યું હોય એમ સાંજ સુધીમાં સાડા પાંચ ઇંચ વરસાદ ખાબકતા અનેક ગામો બેટમાં ફેરવાય ગયા હતા. તેમજ સારા વરસાદની રાહ જોઇને બેઠેલા ભૂમિપુત્રોએ કલ્પી પણ ન હોય એવી અતિવૃસ્ટી થઇ હતી.

bharuch
ભરૂચના હાંસોટ પંથકમાં આભ ફાટ્યું
ઘણા સમયથી સારા વરસાદની રાહ જોઈ બેઠેલા ભૂમિપુત્રોએ કલ્પી પણ ન હોય એવી અતિવૃસ્ટી થઇ હતી અને ખેતરો જાણે તળાવમાં ફેરવાઈ ગયા હતા.સહોલ ગામ નજીકથી પસાર થતી કીમ નદીનું પણ ભયાનક સ્વરૂપ જોવા મળ્યું હતું.