ભરૂચઃ હવામાન વિભાગે વરસાદની કરેલી આગાહી ભરૂચમાં સાચી પડી છે. ભરૂચના હાંસોટ ગામમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. બંગાળની ખાડીમાં સર્જાયેલા હવાના દબાણના કારણે હાંસોટના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ઈલાવ અને આસપાસના ગામોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો.
ભરૂચના વાતાવરણમાં પલટો, હાંસોટમાં ધોધમાર વરસાદ - ભરૂચમાં વરસાદ
હવામાન વિભાગે 15થી 17 ઓક્ટોબર સુધી વરસાદની આગાહી કરી હતી. આ આગાહી ભરૂચમાં સાચી પડી છે. ભરૂચના હાંસોટ પંથકમાં અંતિમ દિવસોમાં વરસાદ પડ્યો હતો. બંગાળની ખાડીમાં સર્જાયેલા હવાના દબાણના કારણે હાંસોટમાં વાતાવરણમાં પલટો સર્જાયો હતો, જે વરસાદમાં ફેરવાયો હતો.
![ભરૂચના વાતાવરણમાં પલટો, હાંસોટમાં ધોધમાર વરસાદ ભરૂચના હાંસોટ ગામમાં ધોધમાર વરસાદ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9186933-thumbnail-3x2-varsad-7207966.jpg)
ભરૂચના હાંસોટ ગામમાં ધોધમાર વરસાદ
જોકે બપોરે અચાનક જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. આથી ઈલાવ સહિત આસપાસના ગામોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે મુખ્ય બજારોમાં પાણી ભરાઈ ગયા હતા. એક સપ્તાહથી ભારે ઉકળાટ અને બફારા બાદ વરસાદ વરસતા લોકોને આંશિક રાહત થઈ હતી.