લોકડાઉન વચ્ચે શ્રમજીવીઓનું પોતાના વતન તરફ પ્રયાણ - corona effect in village india
લોકડાઉન વચ્ચે શ્રમજીવીઓ પોતાના વતન તરફ પ્રયાણ કરી રહ્યા હોવા દ્રશ્યો સામે આવ્યા છે. વાલિયા-નેત્રંગ માર્ગ પર પરપ્રાંતીય શ્રમિકો બાળકો સાથે જોવા મળ્યા હતા. સેવાભાવી સંસ્થાઓએ શ્રમજીવીઓને ભોજન જમાડ્યું હતું.
લોકડાઉન વચ્ચે શ્રમજીવીઓનું પોતાના વતન તરફ પ્રયાણ
ભરુચઃ લોકડાઉનની જાહેરાત થતા જ રાજ્યમાં આવેલા ઉદ્યોગિક ક્ષેત્રમાં કામ કરતા કામદારો પોતાના વતન પાછા ફરી રહ્યા છે, ત્યારે પાનોલી જી.આઈ.ડી.સીમાં છત્તીસગઢથી મજૂરી અર્થે આવેલા કામદારો લોકડાઉનમાં અટવાય પડ્યા હતા. જેઓ હાલ ચાલતા પોતાના વતન જવાની વાટ પકડી છે. જેઓ બાળકો સાથે વાલિયા-નેત્રંગ માર્ગ પર જોવા મળ્યા હતા. જેઓને સેવાભાવી લોકોએ ભોજન પીરસ્યું હતું. ત્યારે, આ શ્રમજીવીઓ માટે વહીવટી તંત્ર યોગ્ય વ્યવસ્થા કરે તે અત્યંત જરૂરી છે.