અંકલેશ્વર: તાલુકાનાં અંદાડા ગામ ખાતે રહેતો જીતેન્દ્ર પટેલ ફેસબુક એકાઉન્ટ ધરાવે છે. થોડા દિવસો પહેલા કોઈ હેકરે તેઓનું એકાઉન્ટ હેક કર્યું હતું. તેના ફ્રેન્ડ લીસ્ટમાં રહેલા અન્ય મિત્રો પાસે પૈસાની માંગણી કરવામાં આવી હતી. હેકર દ્વારા મિત્રોને મેસેજ કરીને જણાવવામાં આવતું હતું કે, મારો દીકરો બીમાર છે અને તે અમદાવાદ ખાતે હોસ્પિટલમાં દાખલ છે. હેકર દ્વારા બિમારીનું બહાનું કાઢી તાત્કાલિક પૈસાની જરૂર છે તેમ જણાવી બેન્ક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરાવ્યા હતા. આ પૈકી એક મિત્રએ તો હેકરના ખાતામાં રૂપિયા 3 હજાર ટ્રાન્સફર પણ કર્યા હતા.
અંકલેશ્વરમાં ફેસબુક એકાઉન્ટ હેક કરી હેકરે મિત્રો પાસે પૈસાની માગણી કરી
રાજ્યમાં ઈન્ટરનેટની સુવિધા ખૂબ ફાયદાકારક નીવડી રહી છે, પરંતુ બીજી તરફ સાયબર ક્રાઈમ પણ વધી રહ્યો છે. આવો જ કંઈક કિસ્સો અંકલેશ્વરમાં સામે આવ્યો છે. તાલુકાનાં અંદાડા ગામના એક યુવાનનું ફેસબુક એકાઉન્ટ હેક થયું હતું. આરોપીએ તેના મિત્રો પાસે મેડિકલ ઈમરજન્સી બતાવી રૂપિયા 3 હજાર પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા. હેકર સામે અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ankleshvar news
આ સમગ્ર બાબત જીતેન્દ્ર પટેલના ધ્યાન પર આવતા જીતેન્દ્ર પટેલે આ અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી. પોલીસે જીતેન્દ્ર પટેલની ફરિયાદના આધારે સાઇબર ક્રાઇમ હેઠળ તપાસ શરૂ કરી છે.