ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરૂચની અંકલેશ્વર બેઠક પર 4 ટર્મથી ભાજપનો દબદબો, છતાં સ્થાનિકોને આજે પણ વર્તાય છે પૂર્વ નેતા અહેમદ પટેલની ખોટ

ભરૂચની અંકલેશ્વર વિધાનસભા બેઠક (Ankleshwar Assembly Seat) પર એક સમયે કૉંગ્રેસના પૂર્વ નેતા અહેમદ પટેલનો (Former Congress Leader Ahmed Patel) દબદબો હતો. જોકે હવે તેમના નિધન પછી કૉંગ્રેસે આ બેઠક પરથી વિજય પટેલને ટિકીટ આપી છે. જ્યારે ભાજપે તેની સામે કૉંગ્રેસના ઉમેદવારના જ સગા ભાઈ ઈશ્વરસિંહ પટેલને મેદાને ઉતાર્યા છે. તેવામાં ETV Bharatની ટીમે અહેમદ પટેલના ગામની મુલાકાત લઈ સ્થાનિકો સાથે ખાસ વાતચીત કરી હતી.

ભરૂચની અંકલેશ્વર બેઠક પર 4 ટર્મથી ભાજપનો દબદબો, છતાં સ્થાનિકોને આજે પણ વર્તાય છે પૂર્વ નેતા અહેમદ પટેલની ખોટ
ભરૂચની અંકલેશ્વર બેઠક પર 4 ટર્મથી ભાજપનો દબદબો, છતાં સ્થાનિકોને આજે પણ વર્તાય છે પૂર્વ નેતા અહેમદ પટેલની ખોટ

By

Published : Nov 18, 2022, 10:54 AM IST

Updated : Nov 18, 2022, 12:51 PM IST

ભરૂચજિલ્લાના કૉંગ્રેસના પૂર્વ વરિષ્ઠ નેતા અહેમદ પટેલ (Former Congress Leader Ahmed Patel) રાજકારણમાં એક મોટું નામ હતું. જોકે, તેમના નિધનથી કૉંગ્રેસને ખૂબ જ મોટી ખોટ પડી છે. તેવામાં હવે રાજ્યની વિધાનસભાની ચૂંટણી સમયે વાત કરીશું અહેમદ પટેલની વિધાનસભા બેઠક (Ankleshwar Assembly Seat) અંકલેશ્વરની. ETV Bharatના સંવાદદાતાએ ભરૂચના પિરામણ ગામની મુલાકાત લીધી હતી, જ્યાં અહેમદ પટેલનું નિવાસસ્થાન આવેલું છે. સાથે જ ત્યાનાં સ્થાનિકો સાથે વાતચીત કરી હતી. ત્યારે આવો જાણીએ શું કહ્યું તેમણે.

અહેમદ પટેલ હંમેશા સંવેદનશીલ હતા

પિરામણ ગામના સ્થાનિકોનો મત અંકલેશ્વર વિધાનસભા બેઠકમાં (Ankleshwar Assembly Seat) આવેલા પિરામણ ગામમાં (Ahmed Patel Piraman Village) સ્વર્ગસ્થ અહેમદ પટેલનું (Former Congress Leader Ahmed Patel) નિવાસસ્થાન આવેલું છે. અહીંની મુલાકાત લઈને તેના સ્થાનિક લોકો સાથે ETV Bharatના સંવાદદાતાએ અહેમદ પટેલ વિશે વાત કરી હતી. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, અહેમદ પટેલ એક એવા નેતા હતા કે, જેમણે ભરૂચ જિલ્લાના પનોતા પૂત્ર તરીકેનું બિરુદ મેળવ્યું છે. તેમણે ભરૂચ જિલ્લા માટે અથાગ પ્રયત્નો કરીને અંકલેશ્વર શહેરમાં અને સમગ્ર ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક એકમો સ્થાપવાથી લઈને ઘણા બધા સામાજિક કામો કરેલ છે.

અહેમદ પટેલ હંમેશા સંવેદનશીલ હતા આ અંગે સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું હતું કે, અહેમદ પટેલ હરહંમેશ માટે ભરૂચ જિલ્લાની પ્રજા માટે સંવેદનશીલ હતા. ભરૂચની પ્રજા માટે રોજગારી, હોસ્પિટાલિટી તેમ જ ભણતર માટે પણ ઘણા સેવાકીય કાર્યો કર્યા હતા. હાલ અંકલેશ્વરમાં એચએમપી ફાઉન્ડેશન થકી અંકલેશ્વરમાં સરદાર પટેલ હોસ્પિટલ અંકલેશ્વર જીઆઇડીસીમાં ESIC કામદારો માટેની હોસ્પિટલ અને યુવાઓના ભણતર માટે આઈટીઆઈની પણ સ્થાપના કરી છે.

કૉંગ્રેસ નેતા સોનિયા ગાંધીના હતા સલાહકાર અંકલેશ્વર એક એવી વિધાનસભાની બેઠક (Ankleshwar Assembly Seat) છે, જ્યાં પિરામણ ગામમાં (Ahmed Patel Piraman Village)કૉંગ્રેસના દિગ્ગજ નેતા અને સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર તરીકેનું કામ કરનારા સ્વર્ગસ્થ અહેમદ પટેલનો (Former Congress Leader Ahmed Patel) જન્મ થયો હતો. ત્યાંથી તેમણે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી.

4 ટર્મથી ભાજપનો દબદબો અંકલેશ્વર વિધાનસભાની બેઠક (Ankleshwar Assembly Seat) પર છેલ્લા ચાર ટર્મથી ભારતીય જનતા પાર્ટીનો દબદબો રહ્યો છે. 2022ની વિધાનસભાની ચૂંટણીઓમાં કૉંગ્રેસના ઉમેદવાર તરીકે વિજય ઠાકોરભાઈ પટેલને ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે. જ્યારે વર્તમાન ધારાસભ્ય ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલને (Ishwarsinh Patel BJP Candidate for Ankleshwar) ભાજપે (ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. વિજયભાઈ અને ઈશ્વરસિંહ પટેલ બંને સગા ભાઈઓ છે. ત્યારે અંકલેશ્વર વિધાનસભાની બેઠકમાં 2022ની વિધાનસભાની ચૂંટણીના પરિણામો કેવા આવશે. તે બાબતે ETV Bharat દ્વારા અંકલેશ્વરના વરિષ્ઠ પત્રકાર એવા દેવાનંદ જાદવ અને અતુલ મુલાની સાથે રાજકીય વિશ્લેષણ અંગેની માહિતી મેળવી હતી.

Last Updated : Nov 18, 2022, 12:51 PM IST

ABOUT THE AUTHOR

...view details